• Gujarati News
  • National
  • કોસંબામાં વૃક્ષારોપણ કરીને બેંકનો સ્થાપના દિન ઉજવાયો

કોસંબામાં વૃક્ષારોપણ કરીને બેંકનો સ્થાપના દિન ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકઓફ બરોડાના 110મા સ્થાપના દિવસની ઉજવણી કોસંબા બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના બાળકોને ભેટ, વૃક્ષારોપણ તથા ગ્રાહકો સાથે સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. 110મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે બેંક ઓફ બરોડાની કોસંબા શાખા દ્વારા તરસાડીની દાદરી પ્રાથમિક શાળામાં સ્ટાફ તેમજ વરિષ્ઠ નાગરિકો, નગરપાલિકાના સભ્યો સાથે વૃક્ષારોપણ કર્યુ હતું. તેમજ પ્રાથમિક શાળાના બાળકોને ભેટ આપવામાં આવી હતી. સાંજે બેંકની બ્રાંચમાં ગ્રાહકો સાથે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યું હતું. જેમાં બ્રાંચ મેનેજર બ્રજેશ શ્રીવાસ્તવ દ્વારા બેંકની વિવિધ યોજનાની માહિતી આપી હતી.બેંકમાં શરૂ થતી ગોલ્ડ લોન વિશે માહિતી આપી ગ્રાહકો ખેડૂતોને લાભ લેવા વિનંતી કરી હતી. ઉપરાંત બેંકના અધિકારીઓ દ્વારા ખેતીવાડી વિષયક લોન તથા અન્ય યોજનાની વિસ્તૃત માહિતી ગ્રાહકોને પૂરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...