તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કુંવારદામાં ATMનો પીન માંગી રૂ.15 હજાર ઉપાડી લેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંવારદામાં ATMનો પીન માંગી રૂ.15 હજાર ઉપાડી લેવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફરીએકવાર કોસંબા વિસ્તારમાં નોટબંધીબહાનું કાઢી એટીએમ નંબર અને પિન નંબર માંગી કુંવરદા ગામનો ઈસમના ખાતામાંથી 15 હજાર રૂપિયા ઉપાડી લેવાની ઘટના બની છે. કોસંબામાં એક મહિલા અને પુરુષને એસબીઆઈ બેંકમાંથી બોલું છું કહી નોટ બંધીને કારણે તમારૂ એકાઉન્ટ બંધ થઈ ગયું છે. એમ જણાવી એટીએમ નંબર અને પીન નંબર માંગી રૂપિયા ઉપાડી લેવાની વધુ એક ઘટના બહાર આવી છે. જે અંગે કોસંબા પોલીસમાં નોંધ થયેલ છે. કુંવરદા ગામના અનિલકુમાર બાબુભાઈ હાંસોટીને 3 ફેબ્રુઆરીના રોજ બપોરના એક ફોન આવ્યો અને સામે છેડેથી રવિકાંત મિશ્રા નામનો પરિચય આપી એસબીઆઈમાંથી બોલું છું તમારું બેંક એકાઉન્ટ નોટબંધીના કારણે બંધ થઈ ગયું છે. હું એસબીઆઈનો કર્મચારી બોલું છું. એકાઉન્ટ ચાલુ કરવા તમારો એટીએમ અને તેનો પીન નંબર આપવો પડશે. જેથી અનિલ ભાઈએ માહિતી આપતાંની સાથે બેંકમાંથી 15000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. સંદર્ભે કોસંબા પોલીસમાં ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો