• Gujarati News
  • National
  • માંગરોળાના પીપોદરા ગામે 5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો

માંગરોળાના પીપોદરા ગામે 5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના પીપોદરા ગામે લિડિયાત ગામ બાજુના વગામાંથી બુધવારની રાત્રિના 10.00 વાગ્યાના અરસામાં 5 વર્ષની ઉંમરનો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

પીપોદરા લીમોદરા રોડ ઉપર મુકેશભાઈ પુરસોત્તમભાઈના ખેતરમાં ચાર દિવસ પહેલા કદાવર દીપડો દેખાવાની ઘટના બની હતી. જેથી પીપોદરા ગામના સરપંચે વન વિભાગને દીપડા દેખાવાની ઘટના અંગે જાણ કરતાં વનવિભાગે બે દિવસ પહેલા પાંજરુ મુક્યું હતું. જેમાં બુધવારની રાત્રિના 10 વાગ્યાના અરસામાં મારણ ખાવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.

જે અંગેની જાણ થતાં આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં દીપડાને જોવા ઉમટી પડ્યા હતાં. ત્યારબાદ વનવિભાગે દીપડાનો કબજો લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.

સીમમાં હજુ પણ વધુ દીપડા હોવાની શક્યતા

ગ્રામજનોનાજણાવ્યા પ્રમાણે પીપોદરા લિંડિયાત ગામની સીમમાં હજુ પણ બે ત્રણ દીપડા ફરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. જેથી વનવિભાગને પાંજરા મુકવા માટે માંગણી કરી છે.

લિંડિયાત ગામે પાંચ વર્ષીય દીપડો પાંજરે પુરાયો.

દીપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઊમટી પડ્યાં

અન્ય સમાચારો પણ છે...