• Gujarati News
  • National
  • કોસંબા પંથકમાં 350થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન

કોસંબા પંથકમાં 350થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબાપંથકમાં દશદિવસ ભાવિક ભક્તો દ્વારા દાદાની પૂજા અર્ચના બાદ આજે આનંત ચૌદશના દિવસે ગામેગામ ઢોલ નગરા અને ડીજેના તાલે વિશાળ વિસર્જન યાત્રા નીકળી હતી. મુખ્ય માર્ગે ગણપતિ બાપા મોરિયા અને અગલે બરસ તુ જલદી આના નારા ગુજ્યા હતાં. ગણેશવિસર્જનનો કાર્યક્રમ હર્ષોલ્લાસથી ભારે વરસાદની વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્વક પૂર્ણ થયો હતો. વિવિધ વિસર્જન ઓવારા પર 350થી વધુ પ્રતિમાનું વિસર્જન કર્યુ હતું.

સવારથી ઉકળાટ અને ગરમીવાળા વાતાવરણમાં ગણેશ આયોજકોએ ગણેશ વિસર્જન યાત્રા કાઢી હતી. બપોર સુધી અસહ્ય ઉકળા અને ગરમી વચ્ચે ત્રણ વ્ગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ સમગ્ર કોસંબા તરસાડી પંથકમાં તૂટી પડ્યો હતો. જેથી વિસર્જનયાત્રામાં આયોજકોએ વરસાદનો ભરપુર આનંદ માણ્યો હતો. અને વાજતે ગાજતે બાપાને ભીની આંખે વિદાય આપી હતી. કોસંબામાંકીમ નદી અને નહેરોમાં વિસર્જન થયું હતું. અંદાજિત 350 જેટલી પ્રતિમાનું વિસર્જન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...