• Gujarati News
  • National
  • કીમમાં ગેસ લીકેજથી આગ લાગતાં મહિલા ગંભીર રીતે દાઝી

કીમમાં ગેસ લીકેજથી આગ લાગતાં મહિલા ગંભીર રીતે દાઝી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમચાર રસ્તા ખાતે ગેસના ચુલા પર જમવાનું બનાવતી વખતે અચાનક ગેસની પાઈપ લાઈન નીકળી જતાં ભડકો થતાં 25 વર્ષીય મહિલા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને સારવાર માટે 108 મારફતે સુરત ખસેડવામાં આવી હતી. કીમ ચાર રસ્તા દરબાર પેલેસ ખાતે રહેતાં મમતાબહેન રાજેન્દ્રભાઈ રાણા (25) સાંજે પોતાના ઘરે ગેસના ચૂલા પર રસોઈ બનાવતી હતી. તે દરમિયાન અચાનક ભડકો થયો હતો અને ભડકાની લપેટમાં મમતાબહેન આવતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તે અંગે પરિવારના સભ્યોને જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સુરત ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...