તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવા જાહેરનામા બાદ માંગરોળ તાલુકામાં રાજકીય ગતિવિધિ તેજ

નવા જાહેરનામા બાદ માંગરોળ તાલુકામાં રાજકીય ગતિવિધિ તેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના તાજેતરમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચોની બેઠકોમાં કેટલાક બદલાવ સાથે સુધારેલ જાહેરનામું સુરત જિલ્લા કલેક્ટરે વિધિવત રીતે પ્રસિદ્ધ કરતાં ચૂંટણી લડનાર ઉમેદવારોએ એકાએક દોડધામ શરૂ કરી દીધી છે.

માંગરોળ તાલુકામાં કુલ 68 ગ્રામ પંચાયતો છે. જેમાં મોલવણ ગ્રુપ અને ધોળીકૂઈ ગ્રુપ અને કંટવાવ ગ્રુપનું વિભાજન થતાં નવી ત્રણ ગ્રામ પંચાયતો નાની ફળી, પાતલદેવી અને છમુછલને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો મળતાં માંગરોળ તાલુકામાં કુલ 71 ગ્રામ પંચાયતો થઈ છે. જેમાંથી હાલમાં કુલ 60 ગ્રામ પંચાયતની ચૂંટણી 27મી ડિસેમ્બરે યોજાશે. જ્યારે વિભાજિત થયેલ ગ્રામ પંચાયતો મળી 11 ગ્રામ પંચાયતની ચૂંટણી મે જૂન માસમાં યોજાશે.

હાલમાં જિલ્લા કલેક્ટર સરંપચોની બેઠક માટે સુધારેલું જાહેરનામું પ્રસિદ્ધ કર્યો છે. જેમાં મોટી નરોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં અનુજાતિ સ્ત્રી માટે સરપંચની અનામત બેઠક ફાળવવામાં આવી છે. કોઠવા ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક સામાજિક શૈક્ષણિક રીતે પાછાત માટે અનાતમ જાહેર કરાય છે. તેમજ બિન અનામત સામાન્ય સ્ત્રી પાલોદ, પાનસરા અને લીમોદરા સહિત ત્રણ ગામના સરંપચની બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે બિનઅનાતમ સામાન્ય બેઠકમાં હથોડા, કોસંબા, પીપોદરા મળી તાલુકામાં ત્રણ ગ્રામ પંચાયતોમા સરપંચ બેઠક બિન અનામત સામાન્ય બેઠકની ફળવણી થઈ છે. અત્રે મહત્વની બાબત છે કે તાલુકા કોસંબા ગ્રામ પંચાયતમાં સતત બે વખત બક્ષીપંચની ફાળણી થઈ હતી. તેમાં સુધારો થતાં હવે સરપંચની ચૂંટણી લડવ ઈચ્છુક ઉમદવારો વધી ગયા છે. એજ પ્રમાણે વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આદિજાતિ સ્ત્રીને બદલે સરપંચ માટે અનુ આદિજાતિ માટે અનામત જાહેર થતાં ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે.

માંગરોળ તાલુકામાં અનુ. આદિજાતિ સ્ત્રીઓ માટે 32 જેટલી સરપંચની બેઠકો અનામત જાહેર કરાય છે. જેમાં નાની પારડી, રતોલા, કંસાલી, રટોટી, ઈશનપુર, સેલારપુર, માંડણ બોરિયા, ઓગણીસા ગ્રુપ, નાની ફળિ, કંટવા ગ્રુપ, નાંદોલા, ધોળીકૂઈ ગ્રુપ, ઘોડબાર, હરસણી ગ્રુપ, લવેટ ગ્રુપ, બોરિયા, વડગ્રુપ, ભડકૂવા, પાતલદેવી, ઝાંખરડા ગ્રુપ, કંટવા ગ્રુપ, શેઠી ગ્રુપ, નંદાવ, સીમોદરા, વેલાછા, કોસાડી ગ્રુપ, હથુરણ, લીડીપાત ગ્રુપ, નાની નરોલી ગ્રુપ, રણકપોર, છમુછલ, કુંવરદા સિવાયની અનુસિચત આદિજાતિ માટે અનામત જાહેર કરાયું છે.

વાંકલ, કોસંબા, નાની નરોલી, કોઠવા, પાલોદ વગેરે ગામની સરપંચની બેઠકમાં ફેરફાર

અન્ય સમાચારો પણ છે...