તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાટકોલની સોસાયટીમાં કલર કરવા આવેલા ઈસમોએ ઘરમાં લૂંટ ચલાવી

ભાટકોલની સોસાયટીમાં કલર કરવા આવેલા ઈસમોએ ઘરમાં લૂંટ ચલાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના ભાટકોલ ગામે બાળકો સાથે ઘરમાં સૂતેલી મહિલાને મધ્યરાત્રિએ ઘરની બારીમાંથી પ્રવેશેલા 5 ઈસમોએ લાકડીના સપાટા મારી ઘરમાંથી મોટરસાઈકલ મોબાઈલ વગેરેની લૂંટ ચલાવી ફરાર થયા હતાં. ભોગ બનનાર મહિલાએ રાત્રિ દરમિયાન લૂંટ કરવા આવેલા પાંચ ઈસમો દરમિયાન એકને સોસાયટીમાં કલરકામ કરતા જોઈ જતાં મહિલાએ તેને ઓળખ કરી લેતા સોસાયટીના લોકોની મદદથી તેને ઝડપી પાડી કોસંબા પોલીસ સ્ટેશનમાં સોંપતાં કોસંબા પોલીસે તેની અટક કરી અન્ય ચાર વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની હકીકત એવી છે કે ભાટકોલ ગામે જિન્નત રેસીડેન્સીના 36 નંના રૂમમાં રહેતા 42 વર્ષીય કેશરજહાં મંજૂરઅલી સિદ્દીકી ગત રાત્રિના જમી પરવાળી પોતાના બાળકો સાથે ઘરમાં સૂતી હતી. જ્યારે એનો પતિ કામે પોતાના વતનમાં ગયો હતો. રાત્રિના 2.30 વાગ્યાના સુમારે ઘરની બારી ખોલવાનો અવાજ આવતાં તે જાગી ગઈ હતી. અને ઘરની લાઈટ ચાલુ કરી જોતા બારીમાંથી પાંચેક જેટલા ઈસમો ઘરમાં પ્રવેશ કરી રહ્યાં હતાં. પાંચે ઈસમો પાસે હાથમાં લાકડીના દંડા હતાં. પાંચ પૈકી એક જણાએ મહિલા પાસે કબાટની ચાવી માંગી હતી. જે મહિલાએ આપવાનો ઈન્કાર કરતાં પાંચે ઈસમોએ લાકડીના દંડા વડે મહિલાને માર માર્યો હતો. તે દરમિયાન મહિલાના છોકરા જાગી જતાં લૂંટારુ ઈસમો મહિલાના છોકરો શાહનવાઝ, છોકરી અરસીયાબાનુ તથા નાનો છોકરો અરબાઝ અલીને લાકડીના દંડા વડે માર માર્યો હતો. ...અનુસંધાન પાના નં. 3

મહિલાએ લૂંટારૂને ઓળખી જતાં પોલીસને સોંપ્યો, અન્ય ચાર વિરુદ્ધ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...