માંગરોળના પીપોદરામાંથી ઈકો કારની ચોરી
માંગરોળતાલુકાના પીપોદરા ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરેલી ઈકો કારની ચોરી થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. માંગરોળ તાલુકાના પીપોદરા ગામે જીઆઈજીસી વિસ્તારમાં ટેમ્પા ગલીમાં કમળાબહેન ગણપતલાલ જૈનના કોમ્પલેક્સમાં રહેતા નિલેશભાઈ ગણપતભાઈ જૈનની ઈકો કાર નં (GJ-19AF-5080)ગત 3 ડિસેમ્બરના રોજ ઘરની સામે પાર્ક કરી હતી. જે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે 4.31 લાખની કિંમતની ઈકો કાર ચોરી કરી જતાં કોસંબા પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈએ ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.