તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંગરોળ તાલુકામાં વીજ કંપનીની ડિવિઝન કચેરી ચાલુ કરવા માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળ તાલુકામાં વીજ કંપનીની ડિવિઝન કચેરી ચાલુ કરવા માંગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળતાલુકા મથકે દ. ગુજરાત વીજ કંપનીનો લોકદરબાર માંગરોળના ધારાસભ્ય અનેગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાને અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. 15 પ્રશ્નો પૂછાયા હતાં જેમાં 5 પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. અને અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે ખાત્રી આપી હતી.

દ. ગુજરાત વીજ કંપનીએ રાજ્ય સરકારના આદેશ મુજબ વિજ ગ્રાહકોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ કરી ઉચ્ચ ગુણવત્તા યુક્ત વીજ પાવર આપવાના મૂળ હેતુ સાથે વીજ કંપનીનો લોકદરબાર યોજાયો હતો. જેમાં માંગરોળ તા. પંત. ચંદાબહેન ગામીત, તરસાડી નગર પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ તેમજ ડીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ગણપતભાઈ વસાવે જણાવ્યું કે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં વીજળીની મોટી તકલીફ હતી પરંતુ ખાસ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના સફળ વહીવટથી ગુજરાતના અઢાર હજાર ગામડામાં 24 કલાક વીજળી મળતી થઈ છે. દીણોદ ગામે તેમજ માંગરોળ ઝંખવાવ વચ્ચે વાંકલ ગામે નવા 66 કેવી સબ સ્ટેશનનું નિર્માણ થતાં સમગ્ર તાલુકાના ખેડૂતોની વીજ સમસ્યા હલ થઈ છે. વીજ કંપનીની મુખ્ય ડિવિઝન કચેરી બારડોલી અને કડોદરા ખાતે આવેલી હોવાથી માંગરોળ તાલુકાના વીજ ગ્રાહકોને મુશ્કેલી પડે છે. જેથી માંગરોળ ખાતે ત્રણ તાલુકાની ડિવિઝન કચેરી કાર્યરત કરવાની માંગ કરતાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ અધિકારીઓને દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપી હતી. ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીસભાઈ મલેકે 1972માં તાલુકામાં વીજળીકરણ થયા પછી એગ્રીકલ્ચર વીજ લાઈનનું સમારકામ થયું નથી. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ રહેણાંક વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મરનું ફેન્સિંગ કરવામાં આવે એવી માંગ કરી હતી. કુલ 15 પ્રશ્નો રજૂ થયા હતાં. જેમાં માંગરોળ વીજ કચેરીના નાયબ ઈજનેર કે. આર. સ્નેહકુંજ અને કોસંબા વિભાગીય વીજ કચેરીના નાયબ ઈજનેર વસંતભાઈ ભગત સહિત અધિકારીઓએ સંતોષકારક જવાબો આપી પાંચ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કર્યુ હતું.

માંગરોળમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો લોકદરબાર યોજાયો.

માંગરોળ પંથકના લોકોએ બારડોલી કડોદરા સુધી લંબાવવું પડતા હાલાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો