• Gujarati News
  • નંદાવ ગામે નહેરમાં સુરતનો યુવાન ડુબી જતાં શોધખોળ

નંદાવ ગામે નહેરમાં સુરતનો યુવાન ડુબી જતાં શોધખોળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના નંદાવ ગામે રવિવારે સવારે 11 કલાકની આસપાસ સુરતના વરાછામાં રહેતો યુવક પત્નિને લઇને ભરૂચ પાસે આવેલા પોતાનાં સારરામાં મોટરસાઇકલ લઇ જઇ રહ્યો હતો. ત્યારે પત્નિને ઉલટી થતા તેના માટે નહેરમાં પાણી ભરવા ગયો હતો. પરંતુ પાણી ભરતી વેળા પગ લપસી જવાને કારણે નહેરના પાણીમાં ડૂબી ગયો હતો. હાલ યુવકના મૃતદેહને શોધવાના પ્રયત્નો ચાલુ છે.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 27 વર્ષીય ઉપેન વાલડીભાઇ પટેલ પોતાની પત્નિની સાથે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભલોદરા ગામે પોતાની સાસરીમાં જવા મોટર સાઇકલ લઇ નીકળ્યા હતા.ત ત્યારે રવિવારે સવારે 11 વાગ્યાના અરસામાં નંદાવ ગામે નજીકથી પસાર થતા હતા ત્યારે તેમની પત્નિને અચાનક ઉલટી આ‌વવાને કારણે તેમણે ગાડી થોભાવી હતી. અને પાણી લેવા માટે નંદાવ નજીકથી પસાર થતી નહેરમાં ગયો હતો. અને પાણી ભરતી વેળા તેમનો પગ લપસી જવાને કારણે યુવક નહેરના ધસમસતા પાણીમાં તણાય ગયો હતો. પતિને ડુબતો જોઇ તેની પત્નિએ પતિને બચાવવા બુમો પાડી હોવા છતા પાણીના પ્રવાહમાં યુવક તણાય ગયો હતો. હાલ તરવૈયાની મદદથી યુવકની લાશને શોધવાનું કામ સ્થાનિક લોકોએ શરૂ કર્યુ છે. પરંતુ હજી સુધી યુવકની કોઇ ભાળ મળી શકી નથી.

નહેરમાં પાણી ભરતી વેળા પગ લપસી ગયો

કોસંબા પાસે નહેરમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરાઈ રહી છે.