• Gujarati News
  • કઠવાડામાં હાઈવે પર વૃક્ષો પડતાં વ્યવહાર ખોરવાયો

કઠવાડામાં હાઈવે પર વૃક્ષો પડતાં વ્યવહાર ખોરવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકામાંથી પસાર થતાં કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવે ઉપર કઠવાડા અને કનવાડા પાસે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે કેટલાક મોટા તોતિંગ વૃક્ષો રાત્રિ દરમિયાન ધરાશાયી થઈ જતાં હાઈવે ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાય હતી.

માંગરોળ તાલુકામાં સોમવારની રાત્રિના પણ પવન સાથે મેઘરાજાએ મહેર ચાલુ રાખ્યો હતો. જેથી ખેડૂતો તથા પ્રજાએ રાહત અનુભવી હતી. પરંતુ ભારે પવનના કારણે કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવે પર કઠવાડા અને કનવાડા ગામે મોટા તોતિંગ વૃક્ષો રસ્તા ઉપર પડતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

વૃક્ષો ધરાશાઇ થઇ રોડ પર પથરાઇ જવાને કારણે હાઇવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાય હતી. સ્થાનિક લોકોએ ઝાડને કાપી બાજુમાં કરતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો. જ્યારે વીજ લાઈન ઉપર ઝાડો પડતાં અંધારપટ છવાયો હતો.

કોઈ મોટું નુકસાન નોંધાયું નથી

કીમમાંથીગત મધ્ય રાત્રિના સપાટ ભયજનક પાસે 12.24 મીટર સુધી પહોંચ્યા બાદ પાણ ઓસરવાની શરૂઆત થતાં મંગળવારના સપાટી 4.00 વાગ્યે 8 મીટર પાસે પહોંચતા તંત્રએ હાશકારો લીધો હતો. તાલુકામાં કોઈ મોટું નુકસાનની વાત તંત્રએ નકારી હતી.