તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોસંબા | કોસંબાના ડો. ધવલની સિવિલમાં અપમૃત્યુની ઘટનામાં શોકાતુર પરિવારને

કોસંબા | કોસંબાના ડો. ધવલની સિવિલમાં અપમૃત્યુની ઘટનામાં શોકાતુર પરિવારને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | કોસંબાના ડો. ધવલની સિવિલમાં અપમૃત્યુની ઘટનામાં શોકાતુર પરિવારને મળવા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને આગેવાનો કોસંબા આવ્યા હતાં. જ્યાં પરિવારને મળી સાંત્વના આપી હતી. વલસાડ અમરનાથ યાત્રીઓના ઘરે મળવા આવેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ધારાસભ્ય શૈલેશભાઈ, માજી સાંસદ તુષારભાઈ ચૌધરી સાથે ડો. ધવલના પરિવારને મળીને સાંત્વના આપવા બપોરના સમયે આવ્યા હતા.ધવલને ફૂલોથી શ્રદ્ધાંજલિ આપી પરિવાર સાથે બેસી પરિવારની વ્યથા સાંભળી હતી. પિતા દિનેશભાઈએ પુત્ર સાથે સિવિલમાં રેગિંગ થતું હોય. રેગિંગમાં પુત્ર સાથે અઘટિત ઘટનામાં તેનું મૃત્યુ થયું છે. પોલીસ પણ યોગ્ય તપાસ કરતી નથી. ધવલની ઘટનામાં હજુ સુધી પોલીસે કોઈની ધરપકડ પણ કરી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. ભરતસિંહ પરિવાર સાંત્વના આપી જરૂરી મદદનું આશ્વાસન આપ્યું હતું.

ડો. ધવલના પરિવારને સાંત્વના આપવા કોંગ્રેસ પ્રમુખ કોસંબામાં

અન્ય સમાચારો પણ છે...