• Gujarati News
  • National
  • નજીવી બાબતે યુવકના પેટમાં ચપ્પુ હુલાવી દીધું

નજીવી બાબતે યુવકના પેટમાં ચપ્પુ હુલાવી દીધું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા :માંગરોળ તાલુકાના કુંવરદા ગામે પરપ્રાંતીય વસતિમાં રવિવારે સાંજે એક યુવક બીજા યુવકને સમાન્ય વાતમાં પેટમાં ચપ્પુ હુલાવી દેવાની ઘટના બની છે. કુંવરદાના કબિરવનમાં રહેતા ઋત્વીક તિવારી નજીકમાં રહેતા સાગર રામચંદ્ર કેરાતના ઘરે સાંજે 6.00 વાગ્યે પહોંચ્યો હતો. અને કુંવરદા વાળાને મારા ઘેર ઝઘડો કરવા તુ મોકલે છે. ચાલ મારા ઘરે તેમ કહી ચપ્પુની અણીએ સાગરને ઋત્વીક પોતાના ઘરે લઈ ગયો હતો. અને ત્યાં બોલાવ્યા બાદ સાગરના પેટમાં ચપ્પુ મારી લોહીલુહાણ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...