તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આરોગ્ય તંત્રની મથામણ છતાં તરસાડીમાં ડેંગ્યુનો કહેર યથાવત

આરોગ્ય તંત્રની મથામણ છતાં તરસાડીમાં ડેંગ્યુનો કહેર યથાવત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડીમાઘણા દિવસોથી ડેંગ્યુના રોગના શંકાસ્પદ દર્દીઓ દેખાયાની બૂમ ઉઠતા નગરપાલિકા સહિત આરોગ્ય વિભાગ એક સપ્તાહ કરતાં વધુ સમયથી રોગચાળાને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યું છે. આમ છતાં હજુ પણ ડેંગ્યુના શંકાસ્પદ લક્ષણો દેખાતા કેસો ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોમાં દેખાઈ રહ્યાં છે.

તરસાડીના મહાદેવનગર વિસ્તારમાં અઠવાડિયા પહેલા 7 થી વધુ ડેંગ્યુના કેસો ખાનગી હોસ્પિટલમાં દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને તરસાડી નગર પાલિકાની મદદથી વિસ્તારમાં આજદિન સુધી ફોગિંગ જેવી કાર્યવાહી આજદિન સુધી સતત ચાલુ રાખી છે. આરોગ્ય વિભાગના સરવેમાં પણ ઘરોમાંથી ડેંગ્યુ મચ્છરના લારવા મળી આવ્યા હતાં. જેથી વિસ્તારમાં સતત ટીમોને સરવે અને લોક સંપર્કમાં જોતરી રાખી છે. અને લોકોને પોતાના ઘરોમાં મચ્છરો કઈ રીતે પેદા થાય છે અને તેને અટકાવવા સમજણ આપી રહી છે. છતાં પણ ડેંગ્યુનો રોગ અટકાવવાનું નામ લેતા હોય તેમ 50થી વધુ લોકોને તેની શંકાસ્પદ અસર જોવા મળી રહી છે. જેના રિપોર્ટ ખાનગી લેબોરેટરીમાં અને હોસ્પિટલમાં જોવા મળી રહ્યાં છે.

50થી વધુ લોકોને તેની શંકાસ્પદ અસર જોવા મળી

ડેંગ્યુના વાવરને અટકાવવા સ્વજાગૃતિ જરૂરી

ડેંગ્યુનાવાવડને અટકાવવા તંત્રની સાથે લોકોએ પણ જાગૃતિ કેળવવી જરૂરી છે. રહેણાંક વિસ્તારની આસપાસ ખાડાઓ, જૂના ટાયરો, નારિયના છોતરા જેવી જગ્યાએ પાણી જમા થાય છે. અને મચ્છરની ઉત્તપતીનું કેન્દ્ર બને છે. અઠવાડીયમાં એકથી બે વાર પોતાની ઘરની આજુબાજુ જમા થયેલું પાણીને દૂર કરી સ્વચ્છતા કરવી હિતાવહ છે. જેથી ડેંગ્યુના રોગના મચ્છરોના ઉપદ્રવ પર અંકુશ લાવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...