• Gujarati News
  • બેફામ દોડી રહેલા ડમ્પરની ટક્કરે કારમાં સવાર શિક્ષક દંપતીનું મોત

બેફામ દોડી રહેલા ડમ્પરની ટક્કરે કારમાં સવાર શિક્ષક દંપતીનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારનારોજ સવારે 11.00 કલાકના અરસામાં કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવે ઉપર કઠવાડા ગામની સીમમાં ડમ્પર અને કારના થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ કંટવાના અને વાંકલ હાઈસ્કૂલમાં શિક્ષક દંપતીનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે કારમાં સવાર તેની પુત્રીનો બચાવ થયો હતો.

કંટવા ગામના રહેવાસી એવા ઈશ્વરસિંહ બહાદુરસિંહ જાધવ 20 વર્ષથી વાંકલની એન. ડી. દેસાઈ હાઈસ્કૂલમાં પોતાના ધર્મપત્ની રંજનબહેન સાથે શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને વાંકલમાં સ્થાયી હતાં. સોમવારના રોજ સવારે પોતાની પત્ની અને પુત્રી દેવપ્રિયા સાથે કામ અર્થે વાંકલથી કોસંબા આવી રહ્યાં હતાં. તે દરમિયાન કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવે પર પોતાની સ્વીફ્ટ ડિઝાયર કાર (GJ-5JB-2218)લઈને આવી રહ્યાં હતાં, ત્યારે કઠવાડા ગામ નજીક વળાંકમાં સામેથી પૂરપાટ ઝડપે આવતાં હાઈવા ડમ્પર (GJ-19U-3277)ના ચાલકે કારને અડફેટમાં લીધી હતી.

ગમખ્વાર અકસ્માતમાં કારનો ભૂક્કો બોલી ગયા હતો. કારમાં સવાર રંજનનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચલાવી રહેલા ઈશ્વરસિંહ અને કારમાં સવાર પુત્રી દેવપ્રિયાને પણ ગંભીર ઈજા થઈ હતી. બંનેને ગ્રામજનોએ કારમાંથી બહાર કાઢી સારવાર માટે અંકલેશ્વર લઈ ગયા હતાં. જ્યાં ઈશ્વરસિંહનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. ઘણા માયાળુ અને મેળાવડો સ્વભાવ ધરાવતા શિક્ષક દંપતીના અકાળે થયેલા અકસ્માતમાં મોત બાદ પોતાની પાછળ બે પુત્રીઓ અને એક પુત્રને વિલાપ કરતાં છોડી ગયા છે.

ઘટના અંગે મરનારના ભાઈ કનકસિંહે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બેફામ દોડી રહેલા રેતીના ડમ્પર

કોસંબામાંગરોળરોડ પર લોકલમાં રેતી કપચી લઈને દડોતી ટ્રકો જેમાં ખાસ કરીને મોટા હાઈવા ડમ્પરો ઘણા બેફામ બનીને દોડતા હોય છે. ભૂતકાળમાં પણ આવા કેટલાક ડમ્પરો અકસ્માતનો ભોગ બન્યા હતાં. સીમોદ્રા અને કઠવાડા પાસે આવા બેફામ ડમ્પરો રોડની બાજુના ઝાડ સાથે ભટકાયા હતાં. આવા બેફામ બનીને દોડતા ડમ્પોર અકસ્માતમાં લોકોની જિંદગી લઈ ચૂક્યા છે.

માંગરોળ તાલુકામાં ઘેરા શોકની કાલીમા

કંટવાજન્મભૂમીઅને વાંકલ કર્મભૂમિ બનાવી ઈશ્વરસિંહ અને રંજનબેહન વાંકલમાં સ્થાયી થયા હતાં. જ્યાં એન. ડી. દેસાઈ હાઈસ્કૂલમાં નોકરી દરમિયાન પોતાના માયાળુ સ્વભાવના કારણે વિસ્તારના લોકોમાં સારી છાપ ઊભી કરી હતી. અચાનક અકાળે પતિ પત્નીનું મોત થતાં કંટવા ગામ સાથે વાકંલ પંથક તેમજ શિક્ષણ જગતમાં ભારે શોકની કાલીમા