• Gujarati News
  • ડીપી ચોરીમાં બે ભાગેડુ જાહેર

ડીપી ચોરીમાં બે ભાગેડુ જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાના કોસંબા પંથકમાં સંખ્યાબંધ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓ બનતા રહે છે. ટ્રાન્સફોમર ચોરીમાં અવાર નવાર ચોરોની સામે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સુરત જિલ્લા પોલીસવડાની અરજીના અનુસંધાનમાં પાસામાં ધકેલવાની કડક કાર્યવાહી કરવામાં આવે છે.
આવા વડોદરા શહેરમાં રહેતા મોહનલાલ બચરાજ જૈન તેમજ અંકલેશ્વર તાલુકાના નોગામા ગામે રહેતા દિનેશ ઉર્ફે લાલો અરવિંદ વસાવા કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ટ્રાન્સફોર્મર ચોરીમાં સંડોવાયેલા હોય સુરત જિલ્લા પોલીસવડા દ્વારા પાસા હેઠળ અટકાયતમાં મુકવાની દરખાસ્ત સુરત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી.
તેમની દરખાસ્ત જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર રાખી પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરવામાં આવ્યા હતાં. પરંતુ હુકમની બજવણી કર્યા બાદ પોલીસની પોતાની ધરપકડ ટાળવા ભાગતા ફરતા હોય અને આજદિન સુધી પકડાયા હોય લોકોની ગુનાહિત પ્રવૃત્તિને કારણે આમજનતા હેરાન થતી હોય. સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસથી ભાગતા ફરતા ઈસમોને ભાગેડુ જાહેર કર્યાનું વિધિવત રીતે જાહેરાત કરવામાં આવતાં લોકોમાં ચકચાર મચી ગઈ છે.