• Gujarati News
  • વિવાદિત સેન્ટર લાઇનનેે કારણે હવે તરસાડીમાં ગટરની કામગીરી અટકાવાઇ

વિવાદિત સેન્ટર લાઇનનેે કારણે હવે તરસાડીમાં ગટરની કામગીરી અટકાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડીનગરનો રાજમાર્ગ સેન્ટર લાઈનના કારણે ફરી વિવાદમાં આવ્યો છે. તરસાડીના રાજમાર્ગ ઉપર ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના પ્રોજેક્ટ હેઠળ નંખાઈ રહેલી ગટર લાઈનના કામને કોંગ્રેસ દ્વારા વિરોધ બાદ એક્ઝક્યુટીવ ઈજનેર દ્વારા સેન્ટરલાઈન નક્કી થાય ત્યાં સુધી કામ અટકાવી દેવાનો હુકમ કર્યો છે.

તરસાડી નગરમાં ડો. આંબેડકરની પ્રતિમાથ નવા ઓવરબ્રીજ સુધીના માર્ગને નવો બનાવવાની પ્રક્રિયામાં રોડની સેન્ટરલાઈન રોડની આજબાજુ સુટી સરવે દ્વારા મિલકતદારોના વધારાના ગેરકાયદે બાંધકામ દૂર કરવા વગેરે મુદ્દાઓ વિવાદિત બન્યા છે. જેમાં ગેરકાયેદ બાંધકામ દૂર કરવા બાબતે ગોળ અને ખોલની નિતિ રાખવામાં આવી હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. જેમાં હજુ પણ ઘણા બાંધકામોને દૂર કરવામાં આવ્યા હોય. વિવાદિત કામગીરી વચ્ચે સેન્ટરલાઈન કાયદેસરથી નક્કી થઈ હોય તેની વચ્ચે ગુજરાતી અર્બન ડેવલોપમેન્ટ દ્વારા ગટર લાઈનનું કામ ચાલુ કરી દીધુ હોય ઉપરોક્ત મુદ્દે કોંગ્રેસે એક્ઝીક્યુટીવ ઈજનેર જિલ્લા પંચાયત માર્ગ અને મકાનને આવેદનપત્ર આપી ગેરકાયદે દાબણ દૂર કરી સેન્ટરલાઈન નક્કી કર્યા બાદ ગટરલાઈનની કામગરી કરવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવ્યું છે.

પ્રતિક્રિયા આપતાં એક્ઝીક્યુટીવ ઈજનેર દ્વારા ગટરસાઈનનું કામ સત્વરે બંધ કરવી અને સિટી સરવે કચેરી મારફતે હાલમાં હદ નિશાન નક્કી કરી આપેલ છે. તેમાં ગટરની લાઈનનું કામ સત્વરે બંધ કરવું અને સિટી સરવે કચેરી મારફત હાલમાં હદ નિશાન નક્કી કરી આપેલ છે. તેમાં ગટરલાઈનની નક્કી કરીને કચેરીને ધ્યાને લાવી આગળની કામગીરી હાથ ધરવાનો હુકમ કર્યો છે. હુકમ અનુસંધાનમાં ગટરલાઈનની કામગીરી હવે ચાલુ રહશે કે બંધ તે જોવું રહ્યું.

તરસાડીમાં ગટરની ચાલી રહેલી કામગીરી કે જેને અટકાવવાનો હૂકમ કરાયો છે

કામ બંધ કરાવાનો લેખિત હુકમ કરાયો

અનુસંધાનમાંમાંડવીના ડે. ઈજનેર વસાવાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે એક્ઝીક્યુટીવ ઈજનેર દ્વારા સેન્ટરલાઈન નક્કી થાય ત્યાં સુધી ગટરલાઈનનું કામ બંધ કરવા લેખિતમાં હુકમ જારી કરી જણાવ્યું છે વધુમાં માંગરોળના ચાર્જમાં હોય વધુ માહિતી મારી પાસે હોવાનું જણાવ્યું હતું.

અમને જાણ નથી જ્યારેજીઆઈડીસી ઈજનેર હાર્દિકભાઈ જિલ્લા પંચાયતના એક્ઝીક્યુટીવ ઈજનેર દ્વારા ગટર લાઈનની કામગીરી અટકાવી હોવાનું જાણમાં હોવાનું જણાવ્યું હતું.