તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિરોધ | બારડોલી, કોસંબા, વાંકલ સહિત જિલ્લામાં અનેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ | બારડોલી, કોસંબા, વાંકલ સહિત જિલ્લામાં અનેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિત સમાજની જિલ્લામાં રેલી- વિરોધ પ્રદર્શન


ઉનામાંગૌરક્ષકો દ્વારા દલીત યુવકો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં કોસંબા ખાતે દલીતોએ રેલી કાઢી ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા દુકાનો અને બજારો બંધ કરાવ્યા હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શાંતિપૂર્વકની રેલીની પરવાનગી હોય પોલીસે દલીત આગેવાનો સહિત 50થી વધુ લોકોને ડિટેન કર્યા હતાં.

ઉનાના સામઢીયાળામાં દલીત યુવાનો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં રાજ્ય ભરમાં દલિતો દ્વારા થઈ રહેલા વિરોધ અને આજે દલીતો દ્વારા આપવામાં આવેલા ગુજરાત બંદનો પડઘો કોસંબા તરસાડીમાં પણ પડ્યો હતો. ગુજરાત બંધના એલાનના પગેલ સવારે ડો. આંબેડકરની પ્રતિમા પાસે દલીત આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. અને ડો. આંબેડકરને પુષ્પાંજલી આપી ઉનામાં દલીત સમાજના યુવકો પર થયેલા અત્યાચરને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યા હતાં. દલીત સમાજના લોકો ભેગા થયા હોય કોસંબા પોલીસ સીપીઆઈ રાઠોડ વગેરેનાઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને સમાજના આગેવાનોને રેલી વગેરે કાઢવા અનુરોધ કર્યો હતો. પરંતુ સમાજના લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા રેલી સ્વરૂપે નીકળી દુકાનદારોને બંધમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. જેના પગલે કોસંબા તરસાડીમાં લોકોએ બપોર સુધી બંધ પાળ્યો હતો રેલીમાં નીકળેલા દલીત આગેવાનો અને 50 જેટલા લોકોને પોલીસે અટક કરી એક કલાક બાદ છોડી મુક્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા કપરી બની છે. આજરોજ બપોર સુધી જિલ્લા પોલીસ કંટ્રોલમાં કોસંબા પાસે ધામરોડ પાસે હાઈવે ઉપર પથ્થરમારો થયો હોવાનું ફોન આવતાં કોસંબા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે હાઈવે ઉપર સાવચેતીના પગલા રૂપે પેટ્રોલિંગ શરૂ કર્યુ હતું. પથ્થરમારીની ઘટનાના સમાચાર મળતા ડીવાયએસપી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં.

ભાજપ સરકારના શાસનમાં સમરસતાના નામે દલિતોની પ્રગતિ રૂંઢાય તે પ્રકારે ચાલતાં ષડયંત્ર સામે દલિતોના હક અને અધિકારી માટે સ્વધિકાર આદંલોન દ્વારા દલિતોની ન્યાયી માંગણીઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરવા સુરત જિલ્લા કોંગ્રેસના અનુસુચિત જાતિના ચેરમેનની આગેવાની હેઠળ તેમજ માજી સાંસદ ડો. તુષારભાઈ ચૌધરીની હાજરીમાં દલિત સમાજ અને કોંગી કાર્યકરોએ રેલીમાં નીકળ્યા હતાં. જે બારડોલી- સુરત રાજ્યધોરી માર્ગ પર પહોંચી માર્ગ પર ચક્કાજામ કરી નારાબાજી કરી હતી. કે, પોલીસ વચ્ચે દરમિયાનગીરી કરતાં રેલી તાલુકા સેવાસદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

બુધવારના રોજ સવારે બારડોલીના તલાવીડ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ પર દલિત સમાજ તેમજ કોંગી કાર્યકરો ભેગા થયા હતાં. અને ઉના ખાતે દલિત સમાજન યુવાનો પર થયેલા અત્યારની પાછળના મુખ્ય સૂત્રધારોને ખુલ્લા પાડીને સજા કરવામાં આવે તેમજ ભાજપ સરકારના શાસનમાં સમરસતાના નામે દિલતો પ્રગતિ રૂંઢાય રહી છે. જેથી સ્વઅધિકાર આંદોલન કરી ન્યાયની માંગણીઓ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સભા રેલીમાં પરિણમી હતી. અને બારડોલી- કડોદરા રાજ્યધોરી માર્ગ પર મીંઢોળા પુલ નજીક ત્રણ રસ્તા પર પહોંચી હતી. અને માર્ગ પર બેસી ભાજપ સરકાર વિરોધી નારા બોલાવી વાહનોના ચક્કાજમ કરાવ્યા હતાં. ગણતરીના સમયમાં વાહનોની બંને તરફ લાઈન લાગી ગઈ હતી. જોકે, બારડોલી સહિત એસઓજી, એલસીબી પોલીસ આવી વચ્ચે દરમિયાનગીરી કરતાં દલિત સમાજ અને કોંગી કાર્યકરો ફરી રેલી સાથે તાલુકા સેવા સદન ખાતે પહોંચી મુખ્યમંત્રીના ઉપનામથી હુરિયો બોલાવી બારડોલી પ્રાંત અધિકારી કે. જી. રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું. સ્તૃત મુદ્દાઓ સાથેનું આવેદપત્ર આપ્યું હતું.

ઓલપાડમાં દલિત સમાજે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ટકારમા |દલિત સમાજ દ્વારા ગુજરાત બંધ માટે અપીલ કરવામાં આવતા આજ રોજ ઓલપાડ તાલુકાનાં દલિત સમાજ દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે જઇ આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના ઉના તાલુકાનાં મોટા સમઠિયા ગામના ગરીબ પરિવારના ચાર દલિત ચમાર યુવાનો બેડિયા ગામેથી મૃતક ગાયના ચામડું ઉતારતા હતા તે સમયે જેટલા ગૌરક્ષકો એક ગાડીમાં આવી દલિત યુવાનોને મારમારી વાહન પાછળ બાંધી ઉના બસ સ્ટેશને લઈ જઇ તેઓને ઢોર મારમારી ગંભીર ઇજાઓ પહોચાડી , પોલીસ સ્ટેશને લઈ જઇ તેમના પર અત્યાચાર ગુજારવાની ઘટનાને ઓલપાડ દલિત સમાજ સખત શબ્દોમાં વખોડે છે , ઘટનામાં દલિત યુવાનો પર અત્યાચાર ગુજારનાર તમામ કસૂરવારો સામે સખ્ત પગલાં લેવાની માંગ કરી હતી. અને નાયબ મામલતદાર ઠાકોરભાઈ પટેલને આવેદન પત્ર પાઠવ્યું હતું.

વાંકલમાં દલિત સમાજ અને કોંગ્રેસના આગેવાનોએ બજારની દુકાનો બંધ કરાવી

વાંકલ |માંગરોળ તાલુકાના વાંકલ ગામે દલિત સમાજના આગેવાનો અને કોંગ્રેસપક્ષના એગાવનોએ અત્યાચારી ઘટનાના વિરોધમાં દેખાવો વિરોધ પ્રદર્શીત કરી બજારની દુકાનો બંધ કરાવી હતી. ચમાર દલિત યુવાનોને મરામારવાની ઘટનાના માંગરોળ પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. બે દિવસ અગાઉ પીપોદરા આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ અને કુંવરદા કીમ કોસંબા પંથકના દલિત આગેવોએ તાલુકા મથક રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ બુધવારના રોજ વાંકલ ગામે દલિત સમાજના આગેવાન નાથુભાઈ મકવાણા, ડાહ્યાભાઈ મકવાણા તેમજ કોંગ્રેસપક્ષના રૂપસિંગ ગામીત બાબુભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ વાંકલ બજાર વેપારીઓને ઘટનાના વિરોધમાં દુકાનો બંધ કરવા અપિલ કરતાં વેપારીઓ દુકાનો બંધ કરી હતી. આગેવાનોએ દેખાવ સૂત્રોચ્ચાર કર્યા હતાં.

જિલ્લામાં પોલીસે ચંપતો બંદોબસ્ત ગોઠવી દીધો

દલિતસમાજન ઉનાના યુવાનો સામે અત્યાચારની ઘટનાને પગલે સૌરાષ્ટ્રમાં તોફાનો ફાટી નીકળ્યા હતાં અને તોડફોડ શરૂ થઈ હતી. જેથી સુરત જિલ્લા પોલીસવડાએ સજાગતાના રૂપે જિલ્લા પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

બારડોલીમાં દલિત સમાજ સ્વાધિકાર આંદોલન અંતર્ગત ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરાયા

દલીત યુવકો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં જિલ્લામાં ઠેરઠેર પ્રદર્શન અને રેલીઓ યોજાઈ હતી. ઉપરાંત કેટલીક જગ્યાએ દુકાનો બંધ કરાવાઈ હતી તો ક્યાંક ચક્કાજામ કરાયા હતા.

કોસંબામાં બજાર બંધ કરાવતાં આગેવનોની અટક, ધામરોડ પાસે પથ્થરમારો થયાની વાતે પોલીસ દોડતી થઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો