86000નો દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ |ચાર રસ્તા નજીક ચીત્રકૂટ સોસાયટીમાં રહેલા વિનય સીતારામે દીવાળીનો તહેવાર હોવાથી દારૂનો જથ્થો મંગાવ્યો છે. એવી બાતમીના આધારે કોસંબા પોલીસે જે.બી રો-હાઉસની પાછળ આવેલી એક ખોલીમાં છાપો મારતા દારૂનો જથ્થો તથા તેની ચોકી કરતો એક ઇસમ ઝડપાયો હતો. પોલીસે ઝડપાયેલા ઇસમની પૂછપરછ કરતા 86 હજારના દારૂનો જથ્થો વિનય સીતારામ તથા અન્ય એક ઇસમનો હોવાનું જણાવ્યું હતું.