• Gujarati News
  • લગ્નની લાલચે દુષ્કર્મ આચરી યુવાને પરિણીતાને તરછોડી

લગ્નની લાલચે દુષ્કર્મ આચરી યુવાને પરિણીતાને તરછોડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના એક પરિણીત યુવકે ઉમરપાડાના રાજનીવડ ગામની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ તેના ઘરે લઈ ગયા બાદ વારંવાર શરીર સંબંધ બાંધી આખરે તરછોડી દેતા પરિણીતાએ મુસ્લિમ યુવાન તથા અન્ય ચાર ઈસમ વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉમરપાડા તાલુકાના બરડી ગામે રહેતી એક પરિણીતાએ આઠ વર્ષ અગાઉ ઉમરપાડા તાલુકાના રાજનીવડ ગામના યુવાન સાથે લગ# કર્યા હતાં. બંનેના લગ# જીવન દરમિયાન બે સંતાન થયા હતાં. ઉમરપાડા તાલુકામાં રોજગાર ન મળતો હોવાથી આ પરિણીતા સુરતમાં કડીયાકામની મજૂરી કરતી હતી. તેમનો પતિ અંકલેશ્વર ગામે હોટલમાં કામ કરતો હતો. પરિણીતા સુરતથી પોતાના વતનમાં ઉમરપાડા ગામે બે માસ અગાઉ આવી હતી. ત્યારે નાની નરોલી ગામે ભાડાની વાન ચલાવતાં હમીદ મોહંમદ મલેક સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો.
એપ્રિલ માસમાં પોતાની પત્ની હોવા છતાં પરિણીતાને લગ# કરવાની લાલચ આપી પોતાના નાની નરોલી ખાતેના ઘરે ઉમરપાડાથી ભગાવી લાવ્યો હતો. જે બાબતને લઈ હમીદ અને તેની પત્ની વરચે ઝઘડો થયો હતો. જેમાં હમીદ અને પરિણીતા વિરુદ્ધ તેની પત્નીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં કલમ ૪૯૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. અને પોતાના પિયર ચાલી ગઈ હતી. ત્યારબાદ હમીદ અને પરિણીતા એક જ ઘરમાં પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા હતાં.
તા.૩૦ મેના રોજ પરિણીતાને હમીદે જણાવ્યું હતું કે આપણે લગ# કરવાના છે તેવુ કહી રિ ાામાં કીમ લઈ ગયો હતો. ત્યાં કીમ ખાતે હમીદ મલેકની સાસુ અને એક બુરખાવાળી સ્ત્રી સાથે ગાડીમાં આવેલા બે શખ્સો પરિણીતાને ગાડીમાં બેસાડી દેવા જબર જસ્તી કરતા હતાં. પરિણીતા ગાડીમાં ન બેસતા તેને માર માર્યોહતો. આ સમયે રસ્તા ઉપર લોકો ભેગા થઈ જતાં ચારે ઈસમો ગાડી લઈ ભાગી છૂટયા હતા. ત્યારબાદ આદિવાસી પરિણીતા નાની નરોલી હમીદના ઘરે ભાગી આવી હતી. હમીદના ઘરવાળા નજીક રહેતા સગા સંબંધીઓને બનાવ અંગે જાણ કરી હતી.
ત્યારબાદ પરિણીતા સંબંધીઓની મદદથી માંગરોળ પોલીસ મથકે ગઈ હતી. જોકે, ત્યાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી ન હતી. આખર આ બબત પરિણીતાએ કામરેજ ડીવીઝનના એએસપી સરોજકુમારી ચૌધરીને ફરિયાદ કરતાં તેમણે આ અંગે ગુનો નોંધવાનો આદેશ આપતાં માંગરોળ પોલીસે ગુનો નોંઘ્યો હતો.
ન્યાય માટે પોલીસ મથકે પહોંચી પણ...
અન્યાયનો ભોગ બનેલી આદિવાસી પરિણીતા માંગરોળ પોલીસ મથકે ન્યાય માટે પહોંચી ગઈ હતી પરંતુ ભોગ બનેલી પરિણીત