• Gujarati News
  • મૂળદના મુકિતધામ પાસે કાર અકસ્માતમાં મહિલાનું મોત

મૂળદના મુકિતધામ પાસે કાર અકસ્માતમાં મહિલાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાછી ગામે રહેતા જયનાબહેન સંજયસિંહ બારડ (ઉ.વ.૪૦), અન્ય એક મહિલા અને બાળક સાથે કીમ શુભમ સોસાયટીમાં રહેતા સંબંધીને ત્યાં રવિવારે ગયા હતાં. સગાસંબંધીને મળી રાત્રિના ૧૦.૦૦ કલાકે જયનાબહેન બારડ, મીનાબહેન મહિડા અને એક બાળક સાથે ચાલક યુવરાજસિંહ કાર(જીજે-૫ સીડી -૫૮૧૮) લઈને કીમથી ઉમરાછી જવા નીકળ્યા હતાં.
કાર કીમ રાજયધોરી માર્ગથી પસાર થઈ રહી હતી ત્યારે મુળદ નજીક મૂકિતધામ પાસે કાર આગળ એક કૂતરુ આવી ચઢતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમાવતાં કાર એક થાંભલા સાથે ભટકાઈ રસ્તા સાઈડે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારના બેઠેલી વ્યકિતઓ પૈકી ઉમરાછી ગામના જયનાબહેન બારડને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક કીમની ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતાં. જયારે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં, જયારે અન્ય ત્રણનો બચાવ થયો હતો.