• Gujarati News
  • National
  • કઠોદારામાં નજીવી બાબતે કુહાડીથી હુમલો

કઠોદારામાં નજીવી બાબતે કુહાડીથી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપડતાલુકાના કીમ નજીકના કઠોદરા ગામે રસ્તા પર અડચણ કરવા બાબતે મારામારી થતાં પોલીસ ફરિયાદ નોધાઈ છે. અંગે જાણવા મળતી વિગત મજુબ કીમ નજીક કઠોદરા ગામે આવેલ જસાતવાળા ખેતરે જતાં રસ્તે ગામના સુલેમાન ફારૂકભાઈ સીદાતે બે દિવસ પહેલા ઈલ્યાસભાઈ યાકુબભાઈ સીદાતને તેમજ અન્ય બાજુના ખેતરવાળા ખેડૂતોને જવાનો સરકારી રસ્તામાં પોતાના ખેતરમાં પાણી વાળવા ખુલ્લી પાઈપ લાઈન નાંખી રસ્તામાંપાણી ઢોળી અવાર જવર માટે અડચણ કરતાં ઈલ્સાય યાકુબ સીદાત કહેવા જતાં તારાથી થાય તે કરી લે જે તેમ કહી ગાળો આપી રસ્તા ઉપરથી પાણી વાળીશ તેવી ધમકી આપી રસ્તામાં ઉંડી નીક કરી અવર જવર બંધ કરી ગતરોજ બપોરના ફરિયાદી ઈલ્યાસ સીદાત ખેતરે જતાં કાંટાવાળી વાડ કરતાં ફરી તેને કહેવા જતાં સુલેમાન સીદાત એકાએક ઉશ્કેરાઈ જતાં નાલાયક ગાળો બોલી તેના હાથમાની કુહાડી માથાના ભાગે ડાબા કાન ઉપરના ભાગે જીવલેણ ઘા મારી ઈજા પહોંચાડતા લોહી લુહાણ હાલતમાં ઈલ્સાય સીદાતે બૂમો પાડતાં નજીકના બે- ત્રણ ખેડૂતો આવી ચઢતાં ઝઘડામાંથી બંનેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સમયે હુમલો કરનાર ઈસ જતા જતા તારા પરિવારને હું જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈલ્સાય સીદાતને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અનુસંધાનપાના નં. 2

ઈલ્યાસ સીદાતને ગંભીર ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...