• Gujarati News
  • કવિઠા કોઝવે સપ્તાહથી પાણીમાં ગરક

કવિઠા કોઝવે સપ્તાહથી પાણીમાં ગરક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાથીકવિઠા નિહાલી થઈ નવસારી થતાં માર્ગ પર કવિઠા ધુમાસી ખાડી પર બનેલા લો લેવલ કોઝવે એક સપ્તાહથી પાણીમાં ગરક રહેતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ ભારે હાલાકી વેઠવી પડે છે અને જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડે છે. ગ્રામજનોની અવાર નવારની રજૂઆતો બાદ પણ આજદિન સુધી કોઈ ઉકેલ આવતાં ગ્રામજનોમાં જવાબદાર તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યાપી ઉઠ્યો હતો. સમસ્યાનો ઉકેલ આવે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

મહુવા તાલુકાના ઓંડચ, કવિઠા, નિહાલી થી નવસારી તરફ જતો અતિ ઉપયોગી માર્ગ સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈ કરોડો રૂપિયાના માતબાર ખર્ચે નવો બનાવાયો હતો. અને માર્ગ પર કવિઠા ગામના સીમમાં ધુમસી ખાડી પર વેલ લો લેવલ કોઝવેના સ્થાને હાઈ લેવલ પુલ બનાવવાન માંગ આજુબાજુના દશથી વધુ ગ્રામજનોએ કરી હતી. પરંતુ ગ્રામજનની માંગ આજદિન સુધી સંતોષાતા દર ચોમસે તેઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ચાલુ સાલે પણ એક સપ્તાહ પહેલા તાલુકામાં વરસાદ વરસવાનો શરૂ થતાં ધુમાસી ખાડીમાં પુર આવતાં લોલેવલ કોઝવે ફરી પાણીમાં ગરક થઈ ગયો હતો. એક સપ્તાહથી પાણીમાં ગરક કોઝવેથી દશથી વધુ ગામની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. વાહનચાલકો પંદરથી વધુ કિમીનો ફેરાવો લઈ પસાર થવું પડે છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પરથ પસાર થઈ રહ્યાં છે.

મહુવા તાલુકાનો ખાડી પરનો કોઝવે પાણીમાં ગરક થતાં 10 ગામને હાલાકી

સમસ્યા નહીં ઉકેલાય તો ચુંટણી બહિષ્કાર

આમચક,કવિઠા, ઓંડચ અને નિહાલીના ગ્રામજનોએ જણાવ્યું હતું કે જવાબદાર તંત્રને લો લેવલ કોઝવેના સ્થાને હાઈ લેવલ પુલ બનાવવા માટે અવાર નવાર તંત્રને રજૂઆત કરી છે. છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અને આવનારા દિવસોમાં જો કવિઠા ગામે ધુમાસી ખાડી પર હાઈલેવલ પુલ બનાવવામાં આવે તો આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જીવના જોખમે ખાડી પસાર કરતા લોકો, સમસ્યા ઉકેલવા માગણી