તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુદરતનો અનોખો નજારો , એક સૂરજના બે પ્રતિબિંબ પાડ્યા

કુદરતનો અનોખો નજારો , એક સૂરજના બે પ્રતિબિંબ પાડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુદરતનો અનોખો નજારો , એક સૂરજના બે પ્રતિબિંબ પાડ્યા

કીમ નજીક આવેલ કારેલી ગામે વહેલી સવારે પ્રકૃતિનું સુંદર આહ્લાદક રૂપ જોવા મળ્યું બદલાતી મોસમ અને વરસાદ સાથે ગરમીનો બફારો પણ એકજ દિવસે અનુભવાય રહ્યો છે. તો વહેલી સવારે પ્રસરતી ઠંડક હવે શિયાળો નજીકના સમયમાં પ્રારંભ થશે તેવા સંકેતો આપે છે. ત્યારે કારેલી ગામેથી પસાર થતાં વહેલી પ્રભાતનું સોનેરી કિરણ સૂરજમાંથી નીચે ધરતી પર શાંત નીરમાં ઉતારી જતું જોવા મળે ત્યારે આંખને ટાઢક અને મુખેથી વાહ બોલાય તે સ્વાભાવિક છે. ને સાથે સાથે ચિત્રકારે જાણે ચિત્ર દોર્યું હોય તેમ ભગવાને ચિત્ર દોરી તેમાં એક સૂરજના બે પ્રતિબિંબ પાડ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. તસવીર- દત્તરાજસિંહ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...