તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નવસારીમાં મતદાન ટકાવારી વધારવા ટોકન અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં મતદાન ટકાવારી વધારવા ટોકન અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં ગત ટર્મમાં વિધાનસભાની ચૂંટણીમાં 75 ટકા મતદાન થયું હતું પરંતુ વખતે ટકાવારી ઉપર લઈ જવા માટે અને સમયમર્યાદામાં રહીને મહત્તમ લોકો મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ ટોકન આપવાનો નવો કિમિયો અજમાવ્યો છે. જેના થકી તેમણે મતદાનની ટકાવારીનો ગ્રાફ ઉંચે જશે તેવી આશા વ્યક્ત કરી છે.

આગામી 9મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લામાં ચાર વિધાનસભા બેઠકો ઉપર મતદારો પોતાના મતાધિકારનો ઉપયો કરશે. સવારે 8થી સાંજે 5 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

જોકે ઘણી વખત મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી ઘડીએ મતદારોનો ધસારો જોવા મળે છે. સમયમર્યાદામાં મતદાનની કામગીરી પૂર્ણ કરી દેવાની હોવાથી આવા મતદાન મથકો ઉપર જ્યારે મતદારોનો ધસારો હોય ત્યારે બૂથના કર્મચારીઓ અને મતદારો વચ્ચે ગજગ્રાહ થવાની શક્યતા વધી જાય છે. વધુમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોવાથી કેટલાક મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી જાય છે.

આવા સંજોગો ઉભા નહીં થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ ‘ટોકન’ સિસ્ટમનો અમલ કરવા તાકિદ કરી છે. મતદાન મથકે સાંજે 5 વાગ્યા સુધીમાં આવી ગયેલા મતદારો મતદાનમાં ભાગ લઈ શકે તે માટે તેમને ‘ટોકન’ આપવામાં આવશે ત્યારબાદ મોડે સુધી એટલે કે ટોકન લેનાર મતદાર મતદાન કરી દે ત્યાં સુધી મતદાન કરી શકશે.

જિલ્લા ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું કે ગત ટર્મમાં 75 ટકા મતદાન થયું હતું. વખતે મતદાનની ટકાવારી પણ વધારી શકાય તે માટે મતદારોને મતદાન કરવા કરવાથી વંચિત રહે તે માટે ટોકન પદ્ધતિનો અમલ કરાશે હકીકત છે.

મતદાન મથક ઉપર સાંજે 5 સુધીમાં આવી ગયેલા મતદારોને ટોકન અપાશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો