• Gujarati News
  • National
  • હોંગકોંગમાં ચીન સમર્થક કેરી લેમ પહેલી મહિલા શાસક બની

હોંગકોંગમાં ચીન સમર્થક કેરી લેમ પહેલી મહિલા શાસક બની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના લોકશાહી સમર્થકોની હાર, કેરી 1 જુલાઈએ હોદ્દો સંભાળશે

હોંગકોંગના ચૂંટણી પંચે જણાવ્યુ કે લેમને 1163 મત માંથી 777 વોટ મળ્યા. જીતવા માટે કુલ 1194માંથી 600 વોટ જરૂરી હોય છે. લેમના મુખ્ય પ્રતિસ્પર્ધી જોન સાંગને 365 તથા ત્રીજા ઉમેદવાર નિવૃત્ત વૂ ક્વોક હિંગને માત્ર 21 વોટ મળ્યા હતાં. લોકતંત્ર સમર્થક અમ્બ્રેલા મુવમેન્ટે શહેરને 79 દિવસ ઠપ રાખ્યુ હતું. હોંગકોંગમાં 13 મે 1957 મા જન્મેલી કેરી લેમ પાંચ ભાઇ બહેનોમાં ચોથી છે. તે 1980માં સિવિલ સેવામાં જોડાઇ. મુખ્ય કાર્યકારી બન્યા પછી તેમણે લોકોનો આભાર માન્યો અને સહયોગ માટે અપીલ કરી.

ચૂંટણી માટે શરત ચીને નક્કી કરી હતી. કોણ ચૂંટણી લડશે અને કોણ નહીં લડે તે પણ ચીન સરકારે નક્કી કર્યું હતું. વોટ આપવાની ઉંમર પણ ચીને નક્કી કરી હતી.

વિરોધપ્રદર્શન- ઇલેક્શન નહીં સિલેક્શન

પરિણામપછી લોકતંત્ર સમર્થકો હોંગકોંગ કનવેંશન બહાર વિરોધ દેખાવ કર્યા. મુખ્ય નેતા જોશુઆ વોંગે કહ્યું કે ઇલેક્શન નહીં સિલેક્શન છે. નેતાને હોંગકોંગના લોકોએ નહીં પરંતુ ચીને ચૂટ્યા છે.

2755 વર્ગકિમી ક્ષેત્રફળ

7,23,4800વસતી

412.300અબજજીડીપી

56428ડોલરવ્યક્તિદીઠ આવક

અન્ય સમાચારો પણ છે...