તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેન્દ્રીયપંચાયતીરાજ મંત્રાલય દ્વારા આગામી તા.30 નવેમ્બરથી 2ડીસેમ્બર દરમ્યાન દિલ્હી

કેન્દ્રીયપંચાયતીરાજ મંત્રાલય દ્વારા આગામી તા.30 નવેમ્બરથી 2ડીસેમ્બર દરમ્યાન દિલ્હી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીયપંચાયતીરાજ મંત્રાલય દ્વારા આગામી તા.30 નવેમ્બરથી 2ડીસેમ્બર દરમ્યાન દિલ્હી ખાતે પંસદ કરાયેલ ગ્રામપંચાયતોના સરપચ અને તલાટી કમ મંત્રીઓનો સેમિનાર યોજનાર છે.જેમાં ઉત્તર ગુજરાતમાંથી ગામના સરપંચની પસદગી કરવામાં આવી છે.જે દિલ્હી ખાતે ગ્રામપંચાયતના વિકાશ,સ્વચ્છતા,નવીન યોજના,સત્તાઓ સહિતની બાબતો આવરી લઇને તજજ્ઞોના માર્ગદર્શન થકી પંચાયતીરાજના પાઠ ભણશે.

દિલ્હીમાં યોજનાર સેમિનારમાં પંચાયતો સામેના પડકારો સહિતના મુદ્દાઓને આવરી લઇને કાર્યક્રમ યોજાશે.જેમાં ગુજરાતરાજ્યમાંથી 40સરપંચ અને 5તલાટી કમ મંત્રીની સેમિનારમાં જવા માટે પંસદગી કરવામાં આવી છે.ત્રણ દિવસના તાલીમ પ્રોગ્રામમાં ઉત્તર ગુજરાતમાંથી સરપંચની પસદગી કરવામાં આવી છે.જેમાં મહેસાણા જિલ્લામાંથી વિસનગર તાલુકાના રાવણાપુરનાભરતભાઇ મોતીભાઇ ચૌધરી,અને વિજાપુર તાલુકાના ગેરીતા ગ્રામંપાયતના સરપંચદિનેશસિહ ઇશ્વરસિહ ચૌધરી, અમીરગઢના સુરેલા ગામના ફતાભાઇ નરસિહભાઇ મોરી, અને પાલનપુરના હાથીદ્રા ગામના સરપંચદીલીપસિહ લક્ષ્મણસિહ ડાભી,અરવલ્લી જિલ્લાના ધનસુરા ના વડાગામના સરપંચ એસ.જે.રહેવર અને માલપુરતાલુકાના અણીયોર પંચાયતના સરપંચઆર.કે.ખાંટનો સમાવેશ થાય છે.

વિસનગરના રાવણાપુરાના સરપંચ ભરતભાઇ ચૌધરીએ જણાવ્યુ હતું કે,અમારા ગામમાં વર્ષ2011ની સ્થિતિએ 1052ની વસ્તી છે,મોટાભાગે ઘરે ધરે શૌચાલય બની ગયા છે,ક્યાક બાકી રહ્યા હશે ત્યા પણ સુવિધા કરાવી લેવાશે.દિલ્હી સેમિનારમાં જવા પસદગી થઇ છે,સોમવારે અમદાવાદ સ્પીપા કેન્દ્રથી અમે નિકળીશું.પછી વિગતે સેમિનારના વિષયવસ્તુની જાણકારી મળશે.અમીરગઢના સુરેલા ગામના સરપંચ ફતાભાઇ મોરીએ કહ્યુ કે,અમારા ગામમાં છેલ્લા 25વર્ષથી સમરસપંચાયત છે.હાલ વ્યકતિગત શૌચાલય સહિત વિકાશ કામો ચાલી રહ્યા છે.અરવલ્લીના ધનસુરા તાલુકાના વડા ગામના સરપંચ સૂર્યભાણસિહ.જે.રહેવરે જણાવ્યુ હતું કે,પંચાયતના સેમિનારમાં પ્રથમવાર દિલ્હી જઇશુ.પંચાયતની નવી સ્કીમો,સ્વચ્છતા,વિકાસલક્ષી આયોજન વગેરેને લઇને માર્ગદર્શન માટેની તાલીમ હોવાનું જાણવા મળ્યુ છે.જ્યારે માલપુર તાલુકાના અણીયોર ગામના સરપંચ આર.કે.ખાંટે જણાવ્યુ હતું કે,સેમિનારમાં જવા અંગે હજુ કોઇ માહિતી મળી નથી.

ઉ.ગુ.ના સરપંચો દિલ્હીમાં પંચાયત રાજના પાઠ ભણશે

અન્ય સમાચારો પણ છે...