તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવસારીમાં પ્રેમચંદ લાલવાણીને ત્યાં આવકવેરા વિભાગનો સરવે

નવસારીમાં પ્રેમચંદ લાલવાણીને ત્યાં આવકવેરા વિભાગનો સરવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીનાજાણીતા બિલ્ડર અને વેપારી તથા ભાજપના અગ્રણી પ્રેમચંદ લાલવાણીના ગ્રુપનો આવકવેરા સરવે બપોર બાદ શરૂ થયાની જાણકારી મળી છે.

નવસારી પાલિકાની એક્ઝિ. કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણી શહેરમાં બાંધકામ ઉદ્યોગ, પૌવા મિલ તથા અન્ય વેપાર સાથે સંકળાયેલા છે.લાલવાણીને ત્યાં જે મંગળવારે બપોર બાદ આવકવેરા વિભાગે સરવેની કામગીરી શરૂ કરી હતી. સરવેની કામગીરીમાં નવસારી આવકવેરા વિભાગની ટીમ જોડાઈ હતી. બપોર બાદ શરૂ થયેલો સરવે રાત્રે પણ જારી રહેવાની શક્યતા છે. પ્રેમચંદ લાલવાણીના ધંધાના સ્થળ તથા ઓફિસે સરવેની કામગીરી હાથ ધરી હતી. આવકવેરાના સ્ટાફે દસ્તાવેજોની ચકાસણી, રોકડ-બેંકની લેવડદેવડ સહિત હિસાબોની ચકાસણી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગની ઈન્કમ ટેક્સ ડિકલેરેશન સ્કીમ (આઈડીએસ) 30મી સપ્ટેમ્બરે પૂરી થઈ રહીછે ત્યારે ચાર દિવસ અગાઉ આઈટી વિભાગે મોટા સરવેની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...