• Gujarati News
  • National
  • નવસારીના બે યુવાનોએ ઇ કોમર્સ એપ્લિકેશન બનાવી

નવસારીના બે યુવાનોએ ઇ-કોમર્સ એપ્લિકેશન બનાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના બે નવયુવાનોએ લોકલ રીટેલ માર્કેટ માટે ઇ કોમર્સ એપ્લિકેશન તૈયાર કરી છે.જેને ઓનલાઇન શોપીંગ સામે ટકી રહેવા માટે યુ-શોપ નામથી લોંન્ચ કરવામાં આવી છે.

નવસારીની એસ.એસ.અગ્રવાલ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી (એમબીએ)ના બે વિધાર્થીઓ જય વશી તથા અંકુર રાયકાએ એમબીએના અભ્યાસ દરમિયાન જાણ્યું કે લોકલ રીટેલ માર્કેટને ઓન લાઇન શોપીંગ સામે ટકી રહેવા ડિજીટલ થવાની જરૂર છે.આ પ્રોજેકટ દરમિયાન બંને યુવાનોએ સંશોધન કર્યુ કે લોકલ માર્કેટ માટે ઓનલાઇન પોર્ટલ બનાવી શકાય છે.તે માટે તેઓએ એની પુરી રૂપરેખા તૈયાર કરી હતી. સંશોધન દરમિયાન તેઓએ જાણ્યું કે જે વસ્તુઓ જે કિંમતે ઓનલાઇન મળે છે,એજ વસ્તુઓ આપણા નજીકની દુકાનોમાં પણ ઉપલબ્ધ હોય છે.તેની માહિતી તથા ઘણી બધી ડીસ્કાઉન્ટ ઓફર્સ અને પ્રમોશનલ સ્કીમની જાણકારી આ એપ્લિકેશન દ્વારા મળી રહેશે.આ પોર્ટલ લોકો સુધી જાણકારી પહોંચાડવામાં ઉપયોગી નિવડશે. આજે ઓનલાઇન શોપીંગમાં લોકોને છેતરાવાનો ભય રહે છે.જયારે આ પોર્ટલથી લોકો દુકાનદાર સાથે સીધો સંપર્ક કરી શકશે.જેના થકી લોકોનો ઓનલાઇન શોપીંગ તરફનો વિશ્વાસ પણ વધશે.હાલ આ પોર્ટલ ઉપર લોકોને કઇ વસ્તુ કયાં અને કઇ કિંમતે મળે છે તેની સંપૂર્ણ જાણકારી મળી રહે છે.યુવાનોના જણાવ્યા મુજબ હાલ આ એપ નવસારીના રીટેલરો માટે છે. આ એપ ઉપર હાલ 100 થી વધુ રીટેલરો જોડાય ચૂકયા છે. જયારે 50 થી વધુ રીટેલરોની લીડ આવી છે,જેનું કન્ફર્મેશન બાકી છે.

એપ્લીકેશન બનાવનારા યુવકો.

અન્ય સમાચારો પણ છે...