• Gujarati News
  • National
  • વીર યોદ્ધા અર્જુન આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે

વીર યોદ્ધા અર્જુન આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ | બોલાવ ગામે આવેલ આર્યમ એજ્યુકેશનલ એકેડમીમાં પુસ્તક સંવાદ યોજવામાં આવ્યો હતો. પુસ્તક સંવદાનો પ્રારંભ પ્રભુ પ્રાર્થના થકી કરાયો હતો. પ્રસિદ્ધ લેખત દેવાશિસ ચેટર્જીના પુસ્તક એજેડ અર્જુન ઉપર શાળાના શિક્ષિકા હેતા દેસાઈએ સંવાદ રજૂ કર્યો હતો. સંવાદ આપતાં વક્તા હેતા દેસાઈએ જણાવ્યું હતું કે મહાભારતના કાળના વર્ષો પહેલાનો વીર યોદ્ધા અર્જુન આજેય યુવાનોને પ્રેરણા આપે છે. આ મહાનાયક અર્જુન કઈ રીતે અજેય બન્યો ω શું તેને હીરો બનાવવા માટે ફક્ત તેની પાસેનું ગાંડીવ ધનુષ્ય હોવું જ પર્યાપ્ત હતું ω તેવા વિષય અને પ્રશ્ન સાથે વિગતવાર વક્તવ્ય કર્યુ હતું. મહાન ધર્નુધર હોવાનું મુખ્ય કારણ અર્જુનની એકાગ્રતા અને ધ્યેય પ્રણયતા, તેના સંયમ અને બુદ્ધિમત્તા હતા, તેમ જણાવ્યું હતું. આ ઉપરોક્ત પુસ્તકમાં અર્જુન સાચો યોદ્ધા, સાચો મનુષ્ય બનવા પાછળના પથદર્શકો પુસ્તકમાં સમાવાયા છે. કાર્યક્રમમાં વક્તા પરિચય પિન્ટુભાઈ પારનેરિયાએ પ્યો હતો. સંચાલન પ્રિયંકાબહેન ધરિયાએ કહ્યું હતું જ્યારે આભારવિધી જિગ્નેશભાઈ પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...