તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરીબુજરંગવાસણ રોડ કેવડિયા તળાવની બાજુમાં આવેલ પીવાનાં પાણીની ટાંકીનાં

સરીબુજરંગવાસણ રોડ કેવડિયા તળાવની બાજુમાં આવેલ પીવાનાં પાણીની ટાંકીનાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરીબુજરંગવાસણ રોડ કેવડિયા તળાવની બાજુમાં આવેલ પીવાનાં પાણીની ટાંકીનાં આધાર સ્થંભ સમાન બીજા કોલનાં સળિયા બહાર નીકળી આવતાં ટાંકી કકડભુસ થવાનાં એંધાણ વર્તાય રહ્યાં છે.આ પાણીનાં વિકલ્પ તરીકે વાસણ રોડનાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બાજુમાં નવી ટાંકી બનાવી છે. નવી ટાંકીનું જોડાણ પાઇપ લાઇન સાથે જોઇન્ટ કરવાનાં અભાવે હાલમાં જર્જરીત ટાંકીમાં પાણી ભરી સરીબુજરંગ ગામને પાણી પુરું પાડવામાં આવે છે.

જર્જરીત ટાંકીનાં વિકલ્પ તરીકે નવી ટાંકી બનાવ્યાને ઘણા મહિના નીકળી ગયા છતાં પાણીની લાઇન સાથે જોડાણ અપાતા લોકોમાં અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. જર્જરીત ટાંકીની બાજુમાં ખંડુનગર આવેલું છે. ત્યાંથી હળપતિઓ રસ્તા ઉપરથી પસાર થાય છે. ટાંકીની બાજુમાં કપડા ધોવાનો ઓવારો આવેલ છે, જ્યાં બહેનો કપડા ધોવા માટે આવે છે. વળી ટાંકીની નીચે હળપતિઓ રાતવાસો પણ કરતા જોવા મળે છે. આવા વિસ્તારમાં આવેલ જર્જરીત ટાંકીને ઉતારવામાં આવશે તો કોઇ મોટી દુર્ઘટનાં થવાના એંધાણ વર્તાય રહયા છે. નવી ટાંકી બની હતી ત્યારે ગામનાં વહીવટ ઘર દ્વારા કહેવામાં આવતું હતું કે નવી ટાંકી બને એટલે ટાંકીને ઉતારી પાડવામાં આવશે.પરંતુ તે હજુ સુધી થયુ નથી. ગંભીર હાલતમાં દેખાતી ટાંકીની અંદર લાખો લીટર પાણી ભરી લોકોને અપાતું પાણી અનેક પ્રશ્નો ઉભા કરે છે. ટાંકીનાં દાદર પણ એટલા ભંગાર થઇ ગયા છે કે એના ઉપર ચઢવાનું કોઇ હિંમત કરતું નથી.જેને કારણે ટાંકીની સાફ સફાઇ પણ થતી નથી, જે આરોગ્યને પણ હાની પહોંચાડી શકે છે. મુક પ્રેક્ષક બનીને તમાસો જોતા પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓને પણ અંગે સંપુર્ણ માહિતી છે છતાં કોઇ ગંભીર અકસ્માત થાય તેની રાહ જોઇને બેઠા હોય તેમ લાગે છે.આ જર્જરીત ટાંકીને વહેલી તકે નીચે ઉતારી પાડવા લોકોની માંગ તીવ્ર બની છે.

સરીબુજરંગની પાણીની ટાંકી કકડભૂસ થવાનાં એંધાણ

અન્ય સમાચારો પણ છે...