તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કીમ પંથકમાં પણ મોડે મોડે મેઘાની વિધિવત પધરામણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમ પંથકમાં પણ મોડે- મોડે મેઘાની વિધિવત પધરામણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરાજાએકીમ પંથકના ગામોને મેઘ મહેરથી ઘણા દિવસો સુધી રાહ જોવડાવ્યા બાદ ગતરાત્રિથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેથી કીમ સહિત પંથકના ગામોની પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે.

કીમ સહિત પંથકના કઠોદરા,કીમામલી, મૂળદ, બોલાવ, અણીતા, કુડ્સદ, જેવા અનેક ગામોમાં ચાલુ સિઝનમાં નહિવત વરસાદ વરસતા સામાન્ય પ્રજા સહિત ધરતીપુત્રોમાં નિરાશા જોવા મળી હતી. ત્યારે મોડે મોડે મેઘરાજાએ કીમ પંથકને તરબોળ કરતાં ઠેકઠેકાણે ખેતરો રસ્તાઓ પર પાણી પાણી જોવા મળ્યા હતા. મોસમના પ્રથમ વરસાદની વિધિવત પધરામણી થતાં પ્રજાએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કીમ પંથક સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં મેઘરાજાની કૃપા વરસી હતી. પરંતુ છેલ્લા એક માસથી કીમ પંથકમાં માત્ર છૂટક ઝાપટાં થતાં મોસમનો આનંદ સ્થાનિકો અને ખેડૂતો લઈ શકયા હતા. ત્યારે શનિવાર રાત્રિથી કીમ પંથકમાં વરસી રહેલા મેઘાએ સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું. જેથી ગામડાના ખેડૂતો ખેતરોમાં જઇ કામે લાગ્યા હતા. તો ગતરાત્રિથી બીજા દિવસે બપોર સુધી વરસેલ વરસાદે કિમનગરમાં સાડાત્રણ ઇંચ પાણી ખાબકી દીધું હતું. સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું.

સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો

કીમમાંમોડે મોડે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ અને વિસ્તારમાં આનંદ છવાયો હતો. ઘણા દિવસોથી વિધિવત વરસાદની રાહજોતી કીમ પંથકની પ્રજાએ શનિવાર રાત્રિથી રવિવાર બપોર સુધીમાં સાડાત્રણ ઇંચ વરસેલા વરસાદથી આનંદ અને ગરમીથી રાહત અનુભવી હતી. વિસ્તારના ખેડૂતોમાં પણ આનંદ છવાયો હતો.

મોડીરાત્રે વરસાદે વિસ્તાર તરબોળ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો