તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આહવાના પેટ્રોલપંપ અનેક વાહનોમાં પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરી દેવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આહવાના પેટ્રોલપંપ અનેક વાહનોમાં પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરી દેવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલા ગુજરાતરાજ્ય પુરવઠા નિગમનું કલ્પતરૂ ફિલિંગ પેટ્રોલપંપ પર પેટ્રોલની ટાંકીમાં ડીઝલનો જથ્થો ભરી દેતા અનેક વાહનોમાં પેટ્રોલનું વેચાણ બાદ વાહનો ખોટકાતા ભારે હોબાળો થયો હતો.

આહવા ખાતે આવેલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ સંચાલિત કલ્પતરૂ ફિલિંગ પેટ્રોલપંપ પર શનિવારે સાંજે ટેન્કરમાં ડીઝલનો જથ્થો આવ્યો હતો. જેને પેટ્રોલપંપના કર્મચારીઓની બેદરકારીથી પેટ્રોલની ટાંકીમાં ડીઝલનો જથ્થો ઠાલવી દીધો હતો. બાદમાં વાહનોમાં વેચાણ પણ શરૂ કરી દીધુ હતું. આહવા પેટ્રોલપંપમાંથી પેટ્રોલ ભરાયા બાદ કેટલીક બાઈક બંધ પડી ખોટકાવાના બનાવો બનતા વાહનચાલકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. કેટલાક બાઈકચાલકોએ ગેરેજમાં જઈ પેટ્રોલ ચેક કરતા તેમાં ડીઝલની ભેળસેળ થઈ હોવાનું ખુલતા તમામ વાહનચાલકો આહવા પેટ્રોલપંપ પર જઈ હોબાળો મચાવ્યો હતો. બાદમાં પંપ ચેક કરતા પેટ્રોલમાં ડીઝલની ભેળસેળ જણાતા પેટ્રોલનું વેચાણ બંધ કરી દીધુ હતું. આહવા પેટ્રોલપંપમાં કર્ચમારીઓની બેદરકારીના પગલે અનેક વાહનો ખોટકાતા વાહનમાલિકો દ્વારા ખોટકાયેલા વાહનોના વળતરની ઉગ્ર માગ કરાત પેટ્રોલપંપના મેનેજર એસ.જે. ખરાડીએ પેટ્રોલપંપ પર ભરેલા ઈંધણથી ખોટકાયેલા વાહનોની ચકાસણી કરી મરામત કરાવી આપવાની મૌખિક ખાતરી આપતા મામલો શાંત થયો હતો.

ડીઝલની ભેળસેળ બહાર આવતા પેટ્રોલનું વેચાણ બંધ કરાયું હતું.

વાહનો ખોટકાતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો