તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રેલવેમાં પ્રવાસીઓને દર 2 કલાકે ગરમ ભોજન મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેમાં પ્રવાસીઓને દર 2 કલાકે ગરમ ભોજન મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી કેટરિંગ પોલિસી: દરેક સ્ટેશન નજીક રેલવે બેઝ કિચન બનશે

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે સ્ટેશનો નજીક બેઝ કિચન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે પ્રવાસીઓને દર 2 કલાકે તાજું અને ગરમ ભોજન આપી શકાશે. દેશભરમાં પીપીપી મોડલ દ્વારા ઘણા કિચન શરૂ કરાશે. પ્રભુએ મંગળવારે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દરમિયાન ફૂડ ઇન્ડસ્ટ્રી, એનજીઓ, IRCTC અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે નવી કેટરિંગ પોલિસી અંગે ચર્ચા બાદ નવી પોલિસીની ઘોષણા કરી.

ટ્રેનોમાં ખાનપાન સેવા વિરુદ્ધની ફરિયાદો અંગે પ્રભુએ કહ્યું કે ભોજન અંગે જ્યારે પણ કોઇ ફરિયાદ સાંપડે ત્યારે અમે તત્કાળ તેનો ઉકેલ લાવીએ છીએ. નવી પોલિસીથી આવી પરેશાનીઓ દૂર થશે. બહેતર કેટરિંગ સર્વિસ માટે જાણીતી કંપનીઓને જવાબદારી સોંપાઇ છે.

દુર્ઘટનાઓ રોકવા અલ્ટ્રાસોનિક બ્રોકન રેલ ડિટેક્શન સિસ્ટમ

ટ્રેકતૂટવાથી કે તેમાં તિરાડના કારણે થતી રેલ દુર્ઘટનાઓ રોકવા રેલવે મંડલ રાષ્ટ્રીય રેલ માર્ગ તથા અન્ય રેલ લાઇનોમાં અલ્ટ્રાસોનિક બ્રોકન રેલ ડિટેક્શન સિસ્ટમ લગાવશે, જેથી ટ્રેક ડેમેજ થાય તો 25 કિ.મી. દૂરથી રેલ એન્જીનમાં એલાર્મ વાગવા લાગશે. સિસ્ટમની ટ્રાયલ ઉત્તર મધ્ય રેલવે અને ઉત્તર રેલવેની 25-25 કિ.મી. રેલ લાઇનો પર કરાઇ રહ્યું છે. ટ્રાયલ સફળ થયા બાદ ટેકનિક દેશભરમાં લાગુ કરાશે.

સિસ્ટમ રીતે કામ કરશે

અલ્ટ્રાસોનિકબ્રોકન રેલ ડિટેક્શન સિસ્ટમમાં અલ્ટ્રાસોનિક વેવ્સના ગાઇડેડ વેવ્સનો ઉપયોગ થાય છે. 25 કિ.મી.ના ટ્રેકમાં અલ્ટ્રાસોનિક કિરણો દોડશે. ટ્રેક તૂટેલો હોય તો એલાર્મ વાગે છે. સિસ્ટમમાં ટ્રેકની વચ્ચે એક તરફ રિસીવર અને બીજી તરફ ટ્રાન્સમીટર લગાવાય છે. અલ્ટ્રાસોનિક વેવ્સનું ઓટોમેટિક કમ્પ્યૂટર સિસ્ટમ વિશ્લેષણ કરે છે. ગરબડ જણાતાં સિસ્ટમ એલાર્મ શરૂ કરે છે. અઢી વર્ષમાં રેલવે ટ્રેકમાં ગરબડના કારણે દુર્ઘટનાઓમાં 292 પ્રવાસીઓ માર્યા ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો