તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | કીમના બે ભાઇઓએ માતાપિતાની યાદમાં ખોલેલા વૃદ્ધાશ્રમમાં આજે 9 વડીલો આશરો લઇ રહ્યા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | કીમના બે ભાઇઓએ માતાપિતાની યાદમાં ખોલેલા વૃદ્ધાશ્રમમાં આજે 9 વડીલો આશરો લઇ રહ્યા છે ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિ માટે સત્સંગ હોલ પણ બનાવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતપ. પૂ. પૂનિત મહારાજે ભજનમાં કહ્યું કે ભૂલોભલે બીજુ બધુ માં બાપને ભૂલશો નહીં ઉપકાર છે અગણિત એના કદી વિશરશો નહીં. સાંપ્રત સમયમાં ઘરડા ઘર વધી રહ્યા છે. જે સમાજ માટે કલંક છે. જ્યારે દીકરાઓ દ્વારા તરછોડાયેલા મા બાપ માટે વૃદ્ધાશ્રમ આર્શીવાદ પણ છે.

કેટલાક દીકરો માતા પિતાને તરછોડીને જીવન જીવતા થયા છે. ત્યારે કીમના બે હમશકલ ભાઈઓ વિરજીભાઈ ચૌહાણ અને વિનોદભાઈ ચૌહાણ સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. પોતાના માતા પિતાની સ્મૃતિમાં બંને ભાઈઓએ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરી સમાજમાં નવો રાહ ચિંધ્યો છે. મૂળ જામનગર જિલ્લાના ધૂળકોટના વતની છેલ્લા 26 વર્ષથી કીમમાં રહી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજથી 26 વર્ષ પહેલા ખુબ દારૂણ ગરીબીને લઈને તોના માતા પિતા સાથે વતન છોડી સુરત જિલ્લામાં સ્થાયી થયા. ખુબ ગરીબ પરિસ્થિતિમાં માતા પિતાને સંતાનોને ઉછેરી મોટા કર્યા અને સંસ્કારોના બીજ રોપ્યા, ત્યારે આજ સંસ્કારે અન્ય તરછોડાયેલા વૃદ્ધાને સહારો બનવાનો વિચાર રમતો મુક્યો ને વર્ષ 2014માં માતા કુલીબહેન ચૌહાણ અને પિતા રણછોડભાઈ ચૌહાણની સ્મૃતિમાં 15×120 ફૂટની જગ્યામાં વિશાળ વૃદ્ધાશ્રમ બનાવવાનું શરૂ કર્યુ. છેલ્લા બે વર્ષથી તમામ સુવિધા સાથે વૃદ્ધાશ્રમ બનાવી આજે અનેક વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યાં છે. હાલમાં 9 જેટલા વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં રહે છે.

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમવાની, ચા પાણી નાસ્તો સહિત જીવન જરૂરિયાતની તમામ સુવિધા ઉપરોક્ત બંને ભાઈઓ પોતાના ખર્ચે કરે છે. દર મહિને 15થી 20 હજારનો ખર્ચે તેઓ જાતે ભોગવે છે. ઘણા સેવાભાવી વ્યક્તિઓ પણ મદદરૂપ થાય છે. દિવ્ય ભાસ્કર સાથેની લાગણી સભર વાત કરતાં વીરજીભાઈ આસુ રોકી શક્ય હતાં. હીરાપન્ના સોસાયટીમાં વૃદ્ધાશ્રમ ચાલે છે.

કીમમાં ચાલી રહેલી વૃદ્ધાશ્રમ

વૃદ્ધાશ્રમ સમાજનું અનિવાર્ય કલંક છે

^મારેચાર દીકરા છે છતાં વૃદ્ધાશ્રમમાં રહું છું. ચાર દીકરામાંથી કોઈ જોવાયે આવતું નથી. પરંતુ મારા મતે વૃદ્ધાશ્રમએ અનિવાર્ય કલંક છે. ગરીબના માતા પિતા અહીં નથી આવતાં બધા અમીર નબીરાઓના માતા પિતા અહીં વૃદ્ધાશ્રમમાં આવે છે. વૃદ્ધાશ્રમમાં રોજ આવતું શાકભાજી સંદિપભાઈ રાહત દરે આપે છે. જ્યાર નગીનભાઈ પરમાર માનદ સેવા આપે છે. > ચીમનભાઈપટેલ,વૃદ્ધાશ્રમ સંચાલક

બાળકો મા-બાપની અહેમીયત સમજે

^હુંઅને મારો ભાઈ વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ દર મહિને 15થી 20 હજારનો ખર્ચ થાય છે. માતા પિતાની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમ તૈયાર કર્યુ. ઉપરાતં સત્સંગ હોલ પણ તૈયાર કર્યા છે. વૃદ્ધાશ્રમની ઉપર એક ભવ્ય હોલ બનાવી રહ્યાં છે. જેના ભાડામાંથી વૃદ્ધાશ્રમનો ખર્ચ નિકળી જશે.માતા પિતાની અહેમીયત દીકરાઓ સમજે તે જરૂરી છે. તેઓને તરછોડવા જોઈએ. અમારા માતા પિતાની જેમ વૃદ્ધો અમને વ્હાલ કરે છે. ભગવાને ઘણું આપ્યું છે. થોડુ સમજ માટે પણ કરવું પડે.> વીરજીભાઈચૌહાણ, કીમ,વૃદ્ધાશ્રમ)

માતા પિતાની સ્મૃતિ જીવંત રાખવા 2 ભાઇએએ વૃદ્ધાશ્રમ ખોલ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો