તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચીનમાં નદીમાંથી સોના ચાંદીનો 300 વર્ષ જૂનો ખજાનો મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં નદીમાંથી સોના-ચાંદીનો 300 વર્ષ જૂનો ખજાનો મળ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીનનાપુરાતત્વ નિષ્ણાતોને નદીમાંથી લગભગ 300 વર્ષ જૂનો ખજાનો મળ્યો છે. તેમાં સોના અને ચાંદીની 10 હજાર કરતાં વધારે વસ્તુઓ છે. તેમાં સિક્કા અને જ્વેલરી છે. કેટલાક સિક્કા તાંબાના છે. તે સિવાય લોખંડનાં હથિયાર,તલવાર મળ્યા છે. સિચુઆનના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર ગાઓ ડાલુને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સોના અને ચાંદીનાં વાસણ મળ્યાં છે અને તે પણ એકદમ સ્વચ્છ લાગે છે. તેના પર નકશી કામ કરેલું છે.

ખજાનો મિનજિયાંગ અને જિનજિયાંગ નદીના સંગમ નજીક મળ્યો છે. સ્થળ સિચુઆનની રાજધાની ચેંગદુથી નજીક લગભગ 50 કિલોમીટર દૂર છે. વાતાવરણમાં નદીઓમાં પાણી ઓછું થઇ જાય છે. સ્થાનિક સરકારે જાન્યુઆરીમાં ખજાનો શોધવાનું કામ કર્યું હતું. દિવસ-રાત પંપ ચલાવીને પાણી કાઢવામાં આવ્યું. તે પછી ખોદકામ શરૂ કર્યું. પુરાતત્વ વિભાગને આશા છે કે એપ્રિલ સુધી ચાલનારા ખોદકામમાં તેમને વધારે ખજાનો મળશે. એવું કહેવાય છે કે 1646માં ખેડૂત નેતા ઝાંગ જિયોઝોંગને મિંગ સામ્રાજ્ય (1368-1644)ના સૈનિકોએ વિસ્તારમાં થયેલી લડાઇમાં હરાવ્યા હતા. ખેડૂત નેતા તે સમયે પોતાના ખજાનાને દક્ષિણના કોઇ વિસ્તારમાં લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લડાઇમાં મુદ્રા અને બહુમૂલ્ય વસ્તુઓથી ભરેલી 1000 હોડીઓ ડૂબી ગઇ હતી. પુરાતત્વ નિષ્ણાતે ખજાનાને ઐતિહાસિક રીતે મહત્વનો ગણાવે છે. તેમના મુજબ વાતનું પ્રમાણ છે કે ઝાંગ અને મિંગના સૈનિકો વચ્ચે લડાઇ અહીંયા થઇ હતી. તેમનું કહેવું છે કે વિજ્ઞાન, ઇતિહાસ અને કળાની દૃષ્ટિએ વસ્તુઓ કીમતી છે. મિંગ સામ્રાજ્યના ઇતિહાસને સમજવામાં તેને મદદ મળી શકે છે.

મિંગ કાળની 600 વર્ષ જૂની બુદ્ધની મૂર્તિ

જાન્યુઆરીમાંએક જળાશયમાં પાણીનું સ્તર ઘટ્યું તો 6000 વર્ષ જૂની બુદ્ધની મૂર્તિ મળી હતી. મૂર્તિ 3.8 મીટર લાંબી છે. તેની ઉપર લગભગ 10 મીટર સુધી પાણી ભરાયું હતું. પુરાતત્વ નિષ્ણાતો પણ માને છે કે મૂર્તિ મિગ વંશ અથવા તે પહેલાં યુઆન વંશના સમયની છે.

પહેલાં પણ મિગ સામ્રાજ્યની વસ્તુઓ મળી ચૂકી છે

કેટલાકસમય પહેલાં જર્મન એક્સપ્લોરર તિલમેન વોલ્ટરફેંગે ચીનના એક ખજાનાની શોધ કરી હતી. તેમાં સિરામિક, પ્લેટ અને બીજી વસ્તુઓ સામેલ છે. તેમને તે દક્ષિણ ચીન સમુદ્રમાં ડૂબેલાં જહાજોમાંથી મળી હતી. તેને મિંગ સામ્રાજ્ય સાથે જોડીને જોવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો