તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કીમમાં છત્રપતિ શિવાજી જન્મ જ્યંતી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમમાં છત્રપતિ શિવાજી જન્મ જ્યંતી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમગામ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમ નવસારી સાંસદ સી.આર.પાટીલ હાજરી આપતા તેમના જન્મ દિવસની પણ ઉજવણી કરતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

કીમ ની પંચવટી સોસાયટીના નવ યુવાનો શિવનેરી ગ્રુપ તેમજ યુથ ફોર ગુજરાત ના સહયોગ દ્વારા છત્રીપતિ શિવાજી મહારાજની ૩૮૭મો જન્મ જ્યંતી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં યુથ ફોર ગુજરાતના સહયોગથી બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા મોટી સંખ્યામાં યુવાનો તેમજ આગેવાનોએ રક્તદાન કર્યું હતું. ત્યારબાદ શિવાજી મહારાજની પાલખી કીમ ગામમાં કાઢવામાં આવી હતી હતી. જે પાલખી યાત્રા માં ‘જય ભવાની જય શિવાજી’ ના નારા સાથે યાત્રા ગુંજી ઉઠી હતી. જે યાત્રાના સમાપન બાદ નવસારીના તેમજ લોક લાડીલા સાંસદ એવા સી. આર. પાટીલનો પણ ૬૩મો જન્મ દિવસ હોવાથી યુવાનોના ખાસ આમંત્રણ ને માન આપી ખાસ ઉપસ્થિત રહેતા સાંસદ સી.આર.પાટીલ ની આગેવાની માં વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો જોડાયા હતા. રેલીના સમાપન બાદ પંચવટી સોસાયટી ખાતે પહોંચી દીપ પ્રાગટ્ય કરી સભાસ્થળે સભા યોજી હતી. સભામાં સી.આર.પાટીલએ કાર્યક્રમ સંબંધિત પ્રવચન કર્યું હતું જેમાં છત્રીપતિ શિવાજી મહારાજના જન્મથી તેમના જીવન સંબંધિત કરેલા સંઘર્ષ અને તેમના ઇતિહાસની વિસે વિસ્તુત માહિતગાર કાર્ય હતા.

ત્રિવિધ કાર્યક્રમમા સી.આર.પાટીલ હાજરી આપી રેલી યોજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો