તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શેત્રુંજીનાં પટ્ટમાં રેતી ચોરી કરતા 5 વાહનો ઝડપાયા, 45 લાખનો મુદ્દામાલ કબજે થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેત્રુંજીનાં પટ્ટમાં રેતી ચોરી કરતા 5 વાહનો ઝડપાયા, 45 લાખનો મુદ્દામાલ કબજે થયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી નજીક ગોખરવાળાની સીમમાં મધરાતે રેત માફિયાઓ રેતી ભરતા હતા

અમરેલીપંથકમા હજુ પણ શેત્રુજી નદીના પટ્ટમા ઠેરઠેર વ્યાપક પ્રમાણમા રેત ચોરી ચાલી રહી છે. અમરેલી એલસીબીએ વધુ એક વખત બાતમીના આધારે અમરેલી તાલુકાના ગોખરવાળા ગામની સીમમાથી ત્રણ ટ્રેકટર તથા ચક્કરગઢ ગામ નજીક બે ડમ્પરને રેત ચોરી કરતા ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા 45 લાખની કિમતના વાહનો કબજે લીધા હતા. અમરેલી એલસીબીના પીઆઇ એ.પી.પટેલ તથા સ્ટાફને રાત્રીના સમયે મોટા ગોખરવાળામા રીતે રેત ચોરી થતી હોવાની બાતમી મળી હતી.

જેને પગલે એલસીબીના સ્ટાફ દ્વારા રાત્રે અહી વોચ ગોઠવાતા ટ્રેકટર નંબર જીજે 14 ડી 7705, ટ્રેકટર નંબર જીજે 14 ડી 9084, ટ્રેકટર નંબર જીજે 13 બી 8880ને રેતીની હેરફેર કરતા ઝડપી લેવાયા હતા. આવી રીતે ચક્કરગઢ ગામના પાટીયા પાસેથી રાત્રીના સમયે એલસીબીએ ડમ્પર નંબર જીજે 18 એયુ 7145 અને ડમ્પર નંબર જીજે 18 ટી 9954ને ઝડપી લેવાયા હતા. એલસીબી દ્વારા આશરે રૂપિયા 45 લાખની કિમતના પાંચ વાહનો સીઝ કરી દેવાયા હતા. સ્ટાફના અબ્દુલભાઇ શમા, બલરામભાઇ પરમાર, પ્રફુલભાઇ જાની વિગેરે જોડાયા હતા.

આમ તો રેત માફિયાઓ સામેની કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગનુ મસમોટુ તંત્ર પણ છે. પરંતુ તંત્ર દ્વારા ભાગ્યે કોઇ કાર્યવાહી કરાઇ છે. એલસીબીએ પાંચેય વાહનોને ઝડપી તે અંગેનો એક રિપોર્ટ ખાણ ખનીજ વિભાગને મોકલ્યો હતો.તસ્વીર- જયેશલીંબાણી

ખાણ ખનીજ ખાતાને જાણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો