તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જામનગરથી ખરીદાયેલો અશ્વ ગ્લેન્ડર રોગનાં ભરડામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરથી ખરીદાયેલો અશ્વ ગ્લેન્ડર રોગનાં ભરડામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં અશ્વને ગ્લેન્ડર રોગ લાગુ પડતા સોરઠમાં અશ્વોને પ્રવેશબંધી

જમાલવાડી વિસ્તારનાં અશ્વને બેકટેરીયાનો રોગ થતાં મારી નાંખી ઇવનગર નજીક દાટી દેવાયો

જૂનાગઢશહેરનાં જમાલવાડી વિસ્તારમાં અશ્વને ગ્લેન્ડર નામનો રોગ લાગુ પડ્યો હતો. જેમાં રોગને કાબુમાં લેવા માટે અશ્વને મારી ઇવનગર નજીક દાટી દેવાયો છે. રોગચાળાને કારણે ગદર્ભ અને અશ્વોને જૂનાગઢ શહેર તથા જૂનાગઢ તાલુકામાં પ્રવેશબંધી કરાઇ છે.

જૂનાગઢ શહેરનાં જમાલવાડી વિસ્તારમાં વઝીરભાઇ નામના અશ્વપાલકે જામનગરથી અશ્વની ખરીદી કરી હતી. જામનગરનાં અશ્વપાલકે ઉત્તર ભારતમાંથી અશ્વની ખરીદી કરી હતી. અશ્વને ગ્લેન્ડર નામનો રોગ લાગુ પડી જતા ઇવનગર નજીક મહાનગરપાલિકા વિસ્તારમાં મારી દાટી દેવાયો છે. ગ્લેન્ડર રોગચાળાને કારણે શહેર અને જિલ્લામાં અશ્વપાલકો તથા ગદર્ભ જેવા પશુપાલકોએ તકેદારી રાખવા તાલુકા પશુદવાખાના દ્વારા જણાવાયુ છે. જાહેર ચેતવણી કરતા ડીસીઝ કન્ટ્રોલ લાયઝન અધિકારીએ ગ્લેન્ડર રોગની અોળખ આપી છે. રોગચાળો વધુ વકરે માટે જૂનાગઢ શહેર તથા તાલુકાનાં ગદર્ભ અને અશ્વપાલકોએ પ્રાણીઓને બહાર વેંચવા કે બહારથી ખરીદી પણ પ્રવેશબંધી ફરમાવી છે. જાહેરનામાનો ભંગ થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં અાવશે.

10 કિમીનાં વિસ્તારમાં અશ્વનાં નમૂના લેવાશે

માણસોએ શું કાળજી રાખવીω

ગ્લેન્ડર રોગથી અશ્વને અસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો