નજરાણું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવનિર્મિત તળાવ કીમની ઓળખ બનશે
઼કીમનીમધ્યમાં આવેલા વર્ષો પહેલા ગંદકીથી ખદબદતુ તળાવ આજે નવનિર્મિત કરતાં તેમાં પાણી ભરાયા હતા. પાણીના કારણે તળાવ અતિ સુંદર દેખાતા તે નગરની ઓળખમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. તળાવનું નવનિર્માણ કામ હાલમાં તેના અંતિમ તબક્કામાં છે. નજીકના દિવસોમાં તેનું ઉદ્દઘાટન પણ કરાશે. ત્યારે કીમ વસ્તારના રહીશો માટે તળાવ નવલું નજરાણું બની જશે એમાં કોઈ બે મત નથી
મળતી વગતો અનુસાર કીમમાં વર્ષોથી કીમ અંબાજી મંદિરની બાજુમાં આવેલ વિશાળ તળાવ ગંદકીનો ઉકરડો બની ગયું હતું. ત્યાંથી પસાર થવું પણ દુષ્કર હતું. પ્લાસ્ટિક થેલી, બોટલ એઠવાડ સહિતના કચરાથી તે ગંદકીથી ખદબદતા ઉકરડામાં ફેરવાયું હતું. જે તે સમયના પંચાયતના શાસકોની નિષ્કાળજીએ તળાવની સુંદરતા છીનવી લીધી હતી.
હાલમાં કીમ પંચાયત શાસકોની કર્મનિષ્ઠાને કારણે તળાવ સુંદર અને ફરવાલાયક બની ચૂક્યું છે. ઘણાં માસથી તળાવની નવનિર્માણની ચાલતી કામગીરીથી પ્રજાજનોમાં આનંદ છવાયો હતો. જેથી હાલમાં સમગ્ર તળાવમાંથી ગંદકી કાઢી ઉંડુ કરી નવુ પાણી ભરી સાથે તળાવ ઉપર લાઈટ, બેસવાના બાકડા, ફૂવારા, બોટિંગ સહિતની સુવિધાઓ પ્રજાને મળશે જેનું કામ લગભગ પૂર્ણ થતાં કામગીરી અંતિમ તબક્કામાં છે.
નજીકના દિવસોમાં તેનું ભવ્ય ઉદ્દઘાટન સમારંભ યોજવામાં આવશે. તેમ જાણવા મળે છે. કીમમાં વર્ષોથી હરવા ફરવાના સ્થળની ખોટ હવે પુરાતી હોવાનું પ્રજા જણાવી રહી છે. રોજ વોકિંગ માટે પણ આવતાં સ્વાસ્થ્ય પ્રીય પ્રજા પણ કામગીરીના વખાણ કરતાં થાકતી નથી. બસ હવે વિધિવત તેના ઉદ્દઘાટનની પણ રાહ જવાઈ રહી છે. કામગીરીથી પ્રજામા આનંદ જોવા મળે છે. તળાવનું તમામ કામકાજ પૂર્ણ થશે ત્યારે કીમ વસ્તારના રહીશો માટે તળાવ નવલું નજરાણું બની જશે એમાં કોઈ બે મત નથી
કીમમાં તળાવનું નવીનીકરણ કરતાં રમણીય લાગી રહ્યું છે.
હરવા-ફરવાના સ્થળ તરીકે વિકાસ કરાયો
કીમનીમધ્યમાં આવેલ તળાવને સ્વચ્છ, સુંદર અને હરવા ફરવાન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. લાખોના ખર્ચે બનેલ વિશાળ તળાવનું કામ હાલ તેના અંતિમ તબક્કામાં છે. જેથી નજીકના દિવસોમાં તેનું ઉદ્દઘાટન વિધિ કરવામાં આવશે. > લક્ષ્મીબહેનપટેલ, સરપંચ,કીમ
તળાવને નયન રમ્ય બનાવવાની સાથે વિવિધ સુવિધાથી સજ્જ કરી હરવા-ફરવાનું સ્થળ બનાવાયું