તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kim
  • ડાભેલમાં કિશોરી પર બળાત્કાર કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

ડાભેલમાં કિશોરી પર બળાત્કાર કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી પોલીસ ચોકીની હદમાં ડાભેલ ખાતે માછીવાડ મહોલ્લામાં રહેતી 14 વર્ષની કિશોરી પર છેલ્લા 4 માસથી અવાર-નવાર ખેતરોમાં લઇ જઇ બળાત્કાર કરનાર સીમલક ગામનો 19 વર્ષનો મુસ્લિમ યુવક સામે કિશોરીના પરિવારજનોએ મરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ચોકીમાં કરાયેલી ફરિયાદ મુજબ નવસારી જિલ્લામાં મરોલી પોલીસ ચોકીની હદમાં ડાભેલ ગામમાં માછીવાડ મહોલ્લામાં રહેતી 14 વર્ષની કિશોરીને સીમલક ગામનાં નવી નગરીમાં રહેતો મુસ્લિમ સમાજનો 19 વર્ષનાં યુવાને પ્રેમ જાળમાં ફસાવી છેલ્લા ચાર-પાંચ માસથી અવાર-નવાર ખેતરોમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. જેના કારણે કિશોરી ચાર માસથી ગર્ભવતી બની હતી. કિશોરી ધો.8 માં અભ્યાસ કરતી હતી પરિવારની પરિસ્થિતિના કારણે કિશોરી અભ્યાસ કરવા શાળાએ જતી ન હતી અને મજુરી કરતી હતી. 19 વર્ષનાં યુવાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શરીરસંબંધ બાંધી બળાત્કાર ગુજારતા ચાર માસથી ગર્ભવતી બનતા કિશોરીનું પેટ મોટું દેખાતા એની માતાએ પૂછ્યું હતુ કે તારુ પેટ મોટું કેમ દેખાય છે. માતાને શંકા જતા દવાખાને તપાસ કરાવતા જાણવા મળ્યું હતુ કે કિશોરી ચાર માસથી ગર્ભવતી છે.

કિશોરીએ એની માતાને હકિકતની જાણ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતુ. પરિવાર ઉપર આભ ફાટ્યું હતુ. કિશોરીના પરિવારે સિમલકમાં રહેતો યુવાન વિરૂદ્ધ મરોલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. મરોલી પોલીસ પીઆઇ. વિ.એસ.પલાસે બળાત્કારનો ગુનો નોંધી એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કિશોરી પર બળાત્કાર ગુજારનાર યુવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...