તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરની ખનકીમાં ડૂબતા 6 વર્ષીય માસૂમનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|ધરમપુર ચાસમાંડવા ગામના ટાંક ફળિયાના વિનોદભાઈ મંશુભાઈ ગાવીત ગુરુવારે પત્ની અને ત્રણ છોકરાઓ સાથે ખેતરમાં તુવેર નાખવા ગયા હતા. જોકે તેમની બાજુમાં રમી રહેલા ત્રણે છોકરાઓ પૈકી 6 વર્ષીય સ્નેહલ નહીં દેખાયો હતો. જેને લઇ તેમણે આજુબાજુમાં આદરેલી શોધખોળમાં કોઈ ભાળ નહીં મળી હતી. જોકે નજીકની ખનકી તરફ જોવા મળેલા છોકરાના પગલાના આધારે ખનકી તરફ જતા જ્યાં તેમનો છોકરો પાણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો. જેને લઈ તેમણે દોડી જઇ સ્નેહલને પાણીમાંથી બહાર કાઢી ઘરે લાવ્યા બાદ હનમતમાળ દવાખાને સારવાર કરાવી વધુ સારવાર અર્થે અત્રેની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ઇમરજન્સી 108માં લવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે સ્નેહલને તપાસી મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...