તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરિમા જળવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલમાંજિલ્લાભરમાં દશામાના વ્રતની ભક્તોએ ભારે ભક્તિભાવ ભર્યા માહોલમાં ઉજવણી કરી દશામાની પ્રતિમાનું સ્થાપન કરી ભક્તોએ દશ દિવસ માતાજીની આરાધના અને ભજન, કિર્તન થકી પૂજા અર્ચના કરી હતી. ત્યારે દશામાનું વ્રત પૂર્ણ થતાં ભક્તો દ્વારા જિલ્લાભરમાં ઠેકઠેકાણે નદી નહેરોમાં માતાજીની પ્રતિમા પધરાવી વ્રતની પૂર્ણાહૂતી કરી હતી. ત્યારે કીમમાં આવેલ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં વિર્સજિત કરવામાં આવેલ માતાજીની પ્રતિમા રઝળતી હાલતમાં જોવા મળી રહી છે. જેથી લોકોની લાગણી દુભાઈ રહી છે. અને લોકો સત્વરે રઝળતી મૂર્તિ નદીમાં વિર્સજિત થાય તેવી માગ કરી રહ્યા છે.

અંગે મળતી વિગતો મુજબ ભક્તો દ્વારા નહેરમાં ઓછા પાણીમાં પ્રતિમા પધરાવી પણ પાણીના અભાવે પ્રતિમા રઝળતી હાલતમાં જોવા મળી રહી છે. નદીમાં યોગ્ય સ્થળે પધરાવવાના બદેલ દશ દિવસ માતાજીની આગતા સ્વાગતા, આરાધના કરી પછી માતા કોણને હું કોણ તેવા ઘાટ જોવા મળે છે. નહેરમાં માતાજીની રઝળતી પ્રતિમા સાથે પૂજાપો, પ્લાસ્ટિકની કોથળી, તેમજ અન્ય પૂજાને કારણે ઉકરડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવા દ્રષ્યો જોઈને પ્રજાની લાગણી દુભાઈ રહી છે.

માતાજીની દશ દિવસ સ્થાપન કરતાં ભક્તો પ્રતિમા કીમ નદી સુધી પધરાવવા પહોંચી શકે તેવો પ્રશ્ન જાગૃત લોકો પૂછો છે. હાલ તો નહેરમાં દૂર સુધી માતાજીની પ્રતિમા અસ્ત વ્યસ્ત રઝળતી હાલતમાં જોવા મળે છે. જેને વ્યવસ્થિત રીતે નદીમાં પધરાવાય તેવી કામગીરી માટે કીમના જાગૃત નાગરિકો આગળ આવે છે કે કેમ તે જોવું રહ્યું.

કીમની નહેરમાં દશામાની પ્રતિમાનું રઝળતી હાલતમાં.

કીમ પાસેની નહેરમાં દશામાની પ્રતિમા રઝળતી હાલતમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો