તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવસારી |શ્રીરંગ પરિવાર નવસારીનાં ભક્તજનોએ અષાઢ સુદ પૂનમ (ગુરૂપૂર્ણીમા)નાં દિવસે

નવસારી |શ્રીરંગ પરિવાર નવસારીનાં ભક્તજનોએ અષાઢ સુદ પૂનમ (ગુરૂપૂર્ણીમા)નાં દિવસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |શ્રીરંગ પરિવાર નવસારીનાં ભક્તજનોએ અષાઢ સુદ પૂનમ (ગુરૂપૂર્ણીમા)નાં દિવસે જલારામ મંદિર ટ્રસ્ટ કાલીયાવાડીનાં સહયોગથી ગુરૂપૂર્ણીમા મહોત્સવ ભક્તિભાવ અને ઉજવ્યો. દત્ત બાવનીનું સમૂહમાં પારાયણ કર્યા પહેલા દત્તનામ સંકીર્તન કર્યુ હતુ.અવધૂત મહારાજે દત્તનામ સંકીર્તનમાં દત્ત ભગવાનનાં 1008 નામો ભગવાનને અર્પણ કર્યા છે. દત્ત બાવનીએ સંકટ વિમોચન સ્વયંસિધ્ધ મહામંત્ર અને અમૃત સંજીવની સ્ત્રોત છે. ગુરૂપૂર્ણીમા પ્રસંગે દિગંબરા દિગંબરા યાદવવલ્લભ દિગંબરાનો ધૂનથી રંગભક્તોએ વાતાવરણ ભક્તિમય બનાવ્યું. બાપજીની પાદુકાનું વેદમંત્રો, સ્ત્રોત, ષોડોપચારથી પૂજન વિધિ કરાયા બાદ ભજન સંધ્યામાં ભક્તજનોએ ભજનો ગાયા હતા. ગુરૂપૂર્ણીમા ઉત્સવને સફળ બનાવવા કનુભાઇ જોષી,અશોકભાઇ જોષી, ડો.બંકીમ વૈદ્ય, ડો.આર.કે.વાંસદીયા અને ભક્ત પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. અશોકભાઇએ આભારવિધિ કરી હતી.

શ્રીરંગ પરિવાર નવસારી દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...