તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાંકરદા ગામે 5 વર્ષ પૂર્વે બનાવેલી ટાંકીમાં હજી પાણીનું ટીપું નથી પડ્યું

સાંકરદા ગામે 5 વર્ષ પૂર્વે બનાવેલી ટાંકીમાં હજી પાણીનું ટીપું નથી પડ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલતાલુકાના સાંકરદા ગામના ઉપલા ફળિયામાં આવેલ પાણી પુરવઠા સમિતીની ટાંકી છેલ્લા પાંચ વર્ષથી બનાવવામાં આવેલ છે. પરંતુ પાણી ઘરેઘરે પહોંચે તે પહેલા બંધ હાલતમાં જોવા મળી રહી છે.

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ તાપીના ઉચ્છલ તાલુકાના સાંકરદા ગામે ફોન 2011-12માં કોલગી સમિતીની ગ્રાન્ટમાંથી પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોની માંગણીને ધ્યાનમાં રાખી ટાંકી બનાવવામાં આવેલ હતી. જે ટાંકી બનાવી સ્ટેન્ડ પોઝ તેમજ પાઈપલાઈન ગોઠવવામાં પણ હતો. પંરતુ ટાંકીમાં છેલ્લા પાંચ વર્ષની પાણીનું ટીપુ પાડવામાં આવેલ નથી. જેને કારણે લોકોને પાણી માટે ઘણા ફાફા પડી રહ્યાં છે. જેને લઈ પશુઓના વ્યવસાય સાથે જાયેલા આદિવાસી પ્રજાને પાણી માટે જ્યાં ત્યાં ભગટવું પડી રહ્યું છે. વિસ્તારમાં થોડા અંતરે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર આવે છે. જેને લઈને ઉંડાણના વિસ્તારમાં આવેલ ગામના લોકો મહારાષ્ટ્ર બોર્ડર પર પીવાનું પાણી અને પશુઓ માટે પાણી લેવા જવું પડી રહ્યું છે. જેને લઈ અનેક ઘણી સમસ્યા મુશ્કેલી થતાં લોકોમાં ટાંકી ચાલુ થાય એવી માંગ ઉઠી છે.

સાંકદા ગામે બંધ પાણીની ટાંકી.

800થી વધુ લોકોને હાલાકી ભોગવે છે

અંગેસાંકરદા ગામના જાગૃત નાગરિક એવા બાલુભાઈ ગામીત જણાવે છે કે પાંચ વર્ષથી ટાંકી બનાવવામાં આવી . અને આશ્રમ ફળિયામાં 800થી વધુ લોકો પાણી માટે ફાફા મારી રહ્યાં છે. જેથી ટાંકી તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી માંગ છે.

છતી ટાંકીએ ગ્રામજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...