તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અનેક વિદેશયાત્રા કરનારા PM અમરનાથ યાત્રા સફળ બનાવે

અનેક વિદેશયાત્રા કરનારા PM અમરનાથ યાત્રા સફળ બનાવે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથયાત્રાએથી પાછા ફરતાં ગુજરાતીઓના વલસાડ અને મહારાષ્ટ્રના હિન્દુ યાત્રીઓની બસને ઘેરી યાત્રીઓને મોતને ઘાટ ઉતારવાની ઘટના સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદે રોષ વ્યક્ત કરી વડાપ્રધાનને આડે હાથ લીધા હતાં. અમરનાથ યાત્રીઓ ઉપર થયેલા ઈસ્લામિક આતંકવાદી હુમલા અંગે વિહીપના દ. ગુજરાત મીડિયા કન્વીનર વિરલ દેસાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે મારનાર આતંકવાદીઓનો ધર્મ હોય તેવું કહેનારા ઢોંગી બિનસાંપ્રદાયિકોએ જાણી લો કે હુમલામાં મરનારનો તો ધર્મ હતો જ. ઇસ્લામિક આતંકવાદીઓને શોધી શોધીને મારવામાં આવે.

સરકારે પથ્થરબાજોને રબરની ગોળી અને ત્યારબાદ દુર્ગંધ મારે તેવી ગોળી છોડવાનું નક્કી કર્યું છે. આમ કરી પથ્થરબાજોની સુવિધામાં વધારો કર્યો છે. વિહિપ જમ્મુ કાશ્મીર સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશને આતંકવાદીના સમર્થકોને 10 લાખ રૂપિયા વળતર આપવા હુકમ કર્યો છે.જે ખરેખર નીંદનીય છે.

દ.ગુ. વીએચપી કન્વિનરે આંતકી હુમલાને વખોડ્યો

અન્ય સમાચારો પણ છે...