તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ~ 5.50 કરોડના કામોથી વાંસદા તાલુકાનાં વિકાસને વેગ મળશે

~ 5.50 કરોડના કામોથી વાંસદા તાલુકાનાં વિકાસને વેગ મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકામાં રૂપિયા સાડા પાંચ કરોડના ખર્ચે ચાર જેટલા મહત્વના વિકાસ કામો થશે. જેનું ખાતમુહૂર્ત નવસારી જિલ્લા પ્રભારીમંત્રી અને રાજય રમતગમત મંત્રી નાનુભાઇ વાનાણીના હસ્તે કરાયું હતું. પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. ખાસ કરીને ઉંડાણ વિસ્તાર ધરાવતા રાયબોર ગામજનોને વાંસદા આવવા ફરીને ૨પ કિમી મજલ કાપવી પડતી હતી. ગામના લોકોની મુશ્કેલી સમજીને નવસારી જિલ્લા પ્રભારી મંત્રી નાનુભાઇ વાનાણીએ રાયબોર-વાંસદાને જોડતો સીધો રસ્તો બનાવવા ખાતરી આપી હતી.

વિકાસકામોનુ ભુમિપુજન કરતાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, ડુબાઉ પુલના કારણે લોકોનો વર્ષોની સમસ્યા હતી. લોકો-જનપ્રતિનિધિઓની રજૂઆતને ધ્યાનમાં લઇ, સામાન્ય લોકોને અગવડતા ઘટે તે માટે સરકારે યથાયોગ્ય નિર્ણય કરીને, પુલ-કોઝવે બનાવવામાં આવશે. જેના કારણે લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર થશે ઉપરાંત યાતાયાતની સુવિધા સરળ બનશે. પ્રજા અને સરકાર એક બીજાને પરસ્પર સહયોગ આપશે તો ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં સહભાગી બનશે એમ જણાવ્યું હતું.

બજેટમાં જાહેર કરાયેલી યુવા સ્વાવલંબન યોજના યુવાનોને અભ્યાસ માટે ખુબ મહત્વની બનશે એમ, પણ રાજય રમતગમત મંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તાજેતરમાં બજેટમાં જાહેર કરેલી યોજનાનો ઉલ્લેખ કરતાં રાજય રમતગમત મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં એક બીજા ગામને જોડતા નોન પ્લાન રસ્તાઓ બનાવવા મુખ્યમંત્રી ગ્રામસડક યોજના અમલમાં આવી છે. યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂ.10 હજાર કરોડ ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ તાજેતરના બજેટમાં ગ્રામીણ, મહિલા, યુવાલક્ષી યોજનાઓનો સમાવેશ કર્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ કામો થકી વાંસદા તાલુકાના લોકોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીનો અંત આવશે. રાજય સરકારના છેવાડાના ગામજનોને વિકાસનો લાભ મળે તેવા પ્રયાસોને સફળતા મળી છે.

વાસંદા તાલુકાનાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુર્હૂત કરાયું

રાયબોર-વાંસદાનો રસ્તો બનતા 25.કિમીનો ચકરાવો દુર થશે

તાલુકામાં મહત્વનાં કામો સાકાર થશે

વાંસદાતાલુકામાં રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે કેલિયા ખાતે નવો પુલ બનશે. જેનો લાભ પીપલખેડ, કેલિયા, સુખાબારી, રંગપુરના ગામજનોને મળશે. રૂ.48 લાખના ખર્ચે ઢોલુમ્બર ખાતે કંડોલપાડા-ઢોલુમ્બર રોડ પર કોઝવે બનશે. આજુબાજુના ગામોને ખુબ ઉપયોગી બનશે. રૂ.34.38 લાખના ખર્ચે વાંગણ-સીમાડા-રાયબોર-ઝૂજ સીમાડા માર્ગ અને રૂ.48 લાખના ખર્ચે મહુવાસ-સીતાપુર રોડ પર કોઝવે કમ ચેકડેમ બનશે.

વાંસદા તાલુકામાં સાકાર થનારા વિકાસ કામોનું ખાતમૂર્હુત કરતા મંત્રી.

અન્ય સમાચારો પણ છે...