• Gujarati News
  • National
  • આંબા કલમ માટે પ્રખ્યાત થયું આમધરા

આંબા કલમ માટે પ્રખ્યાત થયું આમધરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણગુજરાત સહિત ગુજરાતમાં જૂનાગઢ, તલાલા, ગીર સહિત અન્ય વિસ્તારમાં આંબાવાડીનો વિશાળ વિસ્તાર આવેલો છે. આંબાવાડીઓમાં આંબાની કલમના રોપા ઉછેરવામાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું આમધરા ગામ નજીક ખુબ જાણીતુ છે. ગામમાંથી ચોમાસાની સિઝન દરમિયાન અંદાજિત 5 લાખથી વધુ કલમોનો વેપાર ખેડૂતો કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. કલમોના વેપાર માટે આમધરા ગામ જાણીતું બન્યું છે.

ચીખલી ને.હા.થી 8 કિ.મી. અંતરે આવેલા આમધરા ગામમાં અનેક ખેડૂતો ચાર-ચાર પેઢીથી આંબાકલમ ઉછેરી વેપાર કરતા આવ્યા છે. આંબા કલમો ઉછેરવાનું કામ પાટીદારો કરી હજારો લોકોને અને મજૂરવર્ગના વ્યક્તિઓને ઘરઆંગણે રોજીરોટી પૂરી પાડી રહ્યા છે.

આંબા કલમની ખેતી કરતા ખેડૂત પરિમલભાઈ પટેલના જણાવ્યા આંબાની ખેતીમાં સૌથી મહત્ત્વની બાબત જાતોની પસંદગી અને રોપણીનો સમયગાળો છે. આંબાની કલમો પ્રતિષ્ઠિત નર્સરીમાંથી લેવી જોઈએ. ચોમાસા દરમિયાન કલમો પરથી જે ઉતારીને થોડો દિવસ પાણીનો છંટકાવ કરીને ઠરવા દઈ જે કલમો તૈયાર થતા આંબાવાડી બનાવનાર ખેડૂતો ખરીદતા હોય છે. આમધરામાં હાફૂસ, રાજાપુરી, કેસર, લંગડો, દશેરી, તોતાપુરી, સરદાર, નીલમ, દાડમીયો વગેરેની જાત થાય છે. કેટલાક ખેડૂતો આંબાની સંકર જાતોની ઉછેર પણ કરતા આવ્યા છે. જેમા આમ્રપાલી, નિલફાન્ઝો, નિલેશ્વરી, સોનપરી જાતનો સમાવેશ થાય છે.

આમધરા ગામમાં સિઝન દરમિયાન અંદાજિત 5 લાખ જેટલી આંબાની કલમોનો મોટો વેપાર સ્થાનિક ખેડૂતો કરી સારી એવી આવક મેળવી રહ્યા છે અને આમધરાની આંબાની કલમ પ્રચલિત બનતા દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના દરેક વિસ્તાર ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેટલાક ખેડૂતો મધ્યપ્રદેશના વિસ્તારમાં આંબાની કલમો રોપવા માટે લઈ જતા આમધરાના કલમના વેપારે આમધરા ગામની એક આગવી ઓળખ ઉભી કરી આપી છે.

આંબાવાડીમાં કલમને પાણી પીવડાવી રહેલા ખેતમજૂર.

આંબાકલમની ખેતી બાપદાદાના વખતથી જાળવી રાખી

આમધરાના મોટાભાગના પાટીદાર એનઆરઆઈ હોવા છતાં પોતાના બાપદાદા સમયનો આંબા કલમનો વ્યવસાય હજુ પણ જાળવી રાખ્યો છે કે જે જેમનો મોટાભાગનો પરિવાર વિદેશમાં વસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતો પણ અવારનવાર વિદેશની મુલાકાત લેતા હોવા છતાં જેઓ પોતાના આંબાકલમની સિઝન અને માવજતની સિઝનનો સમયગાળો સાચવીલઈ સમયે સમયે આાયોજન કરી સારી એવી સંખ્યામાં મોટી માત્રામાં કલમ ઉછેરતા હવે વર્ષોવર્ષ આંબા કલમના વેપારનો વ્યાપ વધતો જતા વર્ષ દિવસે અંદાજિત 5 લાખ કલમ ઉછેરી મોટો વેપાર કરતા થયા છે. આમધરા ગામની કલમ ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લાની આંબાવાડીમા ઉછેરાવા પામી હોય એવું બન્યું નથી. આંબાકલમની ખેતીએ આમધરા ગામની ઓળખ બદલી નાંખી છે.

આમધરાની આંબા કલમનો આખા ગુજરાતમાં ડંકો, સિઝનમાં 5 લાખથી વધુ કલમોનો વેપાર કરતા ખેડૂતો

ગુજરાત નહીં અન્ય રાજ્યોના ખેડૂતો પણ આંબાકલમો લેવા આમધરા ગામે આવે છે

રીતે બનાવી શકાય આંબા કલમ

આંબા કલમ બનાવવા માટે દેશી આંબાનો છોડ ઉછેરવા મૂળકાંડ તૈયાર કરવો. ઉનાળાનમાં 20x20ના અંતરે અથવા 2x2 ફૂટના માપના ખાડા ખોદી થોડા દિવસ તપવા દઈ જૂન માસની શરૂઆતમાં ખાડા દીઠ 50 કિલો છાણિયુ ખાતર તથા 2.5 કિલો સુપર ફોસ્ફેટ અને જમીનમાં પોટાશનું તત્વ ઓછું હોય તો 1 કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશનું ખાતર માટીમાં ભેળવી ખાડો જમીનની સપાટીથી એક ફૂટ બાકી રહે તે રીતે પૂરી દેવો. ત્યારબાદ વરસાદ પડે ત્યારે બાકી રહેલા ખાડાના ઉપરના ભાગમાં નાના સુકા પાનનો આશરે 4 ઈંચ જાડો થર બનાવી તેની ઉપર 3 ઈંચ માટીનો થર બનાવી ચોમાસાના વરસાદથી ગોટલા ઉગીને છોડ બનશે. છોડને એક બે વર્ષના થવા દઈ આંબાનો રોપ તૈયાર થયા બાદ રોપ કાઢવાની પદ્ધતિથી કાઢી રોપાને ઓગસ્ટ, સપ્ટેમ્બર માસમાં કાઢી માટીના કુડામાં કે પ્લાસ્ટીકની જાડી થેલીમાં ઉતારી ઠરવા દેવા. જે તે જાતની કલમ ઉછેરવાની હોય એની ડાળી સાથે ચીપ મારી સાથે લગાવીને આખુ વર્ષ માવજત આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...