• Gujarati News
  • National
  • જિલ્લામાં મજૂરી કરતાં પંચમહાલ, ગોધરા, દાહોદના લોકો વતન રવાના

જિલ્લામાં મજૂરી કરતાં પંચમહાલ, ગોધરા, દાહોદના લોકો વતન રવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોળીધૂળેટીનો ઉત્સાવ આનંદ, ઉત્સાહ, ઉમંગનો તહેવાર છે. ધાર્મિક મહત્વ સાથે સામાજિક અને શારીરિક મહત્વ પર્વ સાથે સંકળાયેલું છે. ત્યારે મોજ, મસ્તી ઉત્સાહના તહેવારમાં અમીર, ગરીબ, શેઠ, મજૂર બધાને માટે સરખુ મહત્વ ધરાવે છે. ત્યારે પર્વની ઉજવણી ખાસ કરી પંચમહાલ, ગોધરા, દાહોદ, મધ્યપ્રદેશન હિન્દુ ભીલ જ્ઞાતિના લોકો માટે વિશેષ મહત્વ હોય છે.

સુરત જિલ્લા સહિત દ. ગુજરાતમાં વિશાળ આલીશાન ઘરો, બંગલા, રેસીડેન્સી, મોલનું ભવ્ય બાંધકામ જેને આભારી છે. તેવા મજૂર વર્ગે એટલે કે હિન્દુભીલ જ્ઞાતિની છે. તે લોકોનો હોળી ધૂળેટી પર્વ મુખ્ય પર્વ છે. ત્યારે વિસ્તારમાં અનેક સ્થળોએ ચાલતાં બાંધકામમાં કામ કરતાં ઉપરોક્ત જ્ઞાતિના મજૂરો હોળી ધૂળેટીની ઉજવણી માટે દોહોદ, ગોધરા, પંચમહાલ, મધ્યપ્રદેશ જેવા પોતાના વતનમાં જતાં જિલ્લા સહિત વિસ્તારોમાં કન્સ્ટ્રકશન કામ સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળે છે.

ઉપરોક્ત વિસ્તારના હજારો, લાખો પુરુષ, મહિલાઓ મજૂરી કામ સાથે સંકળાયેલા છે. ત્યારે હોળીના આનંદ, ઉત્સાહ અને ધાર્મિકતાના તેમજ સામાજિક દ્રષ્ટ્રીએ મહત્વના તહેવારની ઉજવણી તેઓ મનમૂકીને કરતાં હોય છે. ત્યારે હાલ ખરીદી કરીને મોટો વર્ગ પોતાના વતન તરફ જતા કન્સ્ટ્રકશન કામ બંધ જોવા મળી રહ્યો છે.

આદિવાસી સમાજમાં હોળીનું આગવું પ્રાધાન્ય

હોળીનો તહેવાર ભીલ જ્ઞાતિ માટે ખૂબ મહત્વનો ગણાય છે.

મોટાભાગની બાંધકામ સાઇટ્સ સૂમસામ થઈ ગઈ

સુરતજિલ્લામાં મોટાપાયે બાંધકામ કાર્ય ચાલતું હોય છે. તેવા મજૂરો હોળી દૂળેટી મનાવવા વતન તરફ જતા તમામ બાંધકામ સાઈડો સૂમસામ ભાસી રહી છે. જે કારણે કોન્ટ્રાક્ટર અને જેતે સાઈડ માલિકો ચિંતામાં પણ મુકાય છે. ધાર્યા દિવસોમાં કામ પૂર્ણ થતાં બાંધકામો લંબાય છે અન મજૂરો ઉત્સવમાં ગયા પછી એકાદ મહિના પછી આવતાં હોય છે. જેથી હાલ બાંધકામ સાઈડો સૂમસામ ભાસી રહેલી જોવા મળે છે.

હોળી અમારા સમાજનો મુખ્ય તહેવાર

^અમારાસમાજ, વિસ્તારના લોકોમાં હોળી ધૂળેટીના તહેવારોનું ખાસ મહત્વ છે. વતનમાં હોળી પ્રગટાવી ઢોલ, નગરા, તીર કામઠા, ધારિયા લઈ હોળીની ફરતે નાચતા સ્ત્રી પુરુષો જોવાનો આનંદ અહલાદક છે. જે અમારી ખરી સંસ્કૃતિ યાદ કરાવે છે. હોળીની પૂજા થાય છે ધૂળીટીના દિવસે પીઠી ચોળે છે અને લગ્નોત્સુક યુવક યુવતીઓના લગ્ન નક્કી થાય છે અથવા નક્કી થયા હોય તેઓના દિવસોમાં લગ્ન થાય છે. પાંચથી સાત દિવસના લગ્ન હોય છે. > રસુલભાઈગણાવા, સ્થાનિકનોકરિયાત

પગાર,ઉપાડ લઈ બધા માણસો વતન ગયા

^છેલ્લા 25 વર્ષથી કન્સ્ટ્રકશન, બાંધકાના કાર્ય સાથે સંકળાયેલો છું મારી પાસે 20થી વધુ માણસો કામ કરે છે. જે બધા અમારા વિસ્તારના છે. બદા મજૂરો પગાર, ઉપાડ લઈ વતનમાં ગયા છે. હું પણ જઈ રહ્યો છું. જે કારણે હાલ થોડા દિવસ કન્સ્ટ્રકશન કામ બંધ રહેશે. અમારો મુખ્ય તહેવાર છે. જેમાં હાજરી જરૂર આપવી પડે છે. મજૂરો જતા કામ સંપૂર્ણ બંધ છે. > વિજયભાઈબારિયા, કોન્ટ્રાક્ટર,કીમ.

ભીલજ્ઞાતિમાં હોળી દરમિયાન લગ્ન નક્કી કરવામાં આવે છે

મજૂરો વતનમાં રવાના થતાં અનેક કન્ટ્રક્શન સાઇટ્સ બંધ થઇ

અન્ય સમાચારો પણ છે...