• Gujarati News
  • શ્રદ્ધા | એંધલખાતે માતાજીના મઢ જતો રથ આવી પહોંચતા લોકોએ દર્શન કરી પદયાત્રીઓને શુભેચ્છા પાઠવી હત

શ્રદ્ધા | એંધલખાતે માતાજીના મઢ જતો રથ આવી પહોંચતા લોકોએ દર્શન કરી પદયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રદ્ધા | એંધલખાતે માતાજીના મઢ જતો રથ આવી પહોંચતા લોકોએ દર્શન કરી પદયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.
મુંબઇથી કચ્છ જતાં પદયાત્રીઓ
પદયાત્રી સંઘ એંધલ પહોંચ્યો
ખારેલ|ને.હા.નં. 8 ઉપર ગણેશ ઉત્સવ બાદ હાઈવે ઉપર પગપાળા યાત્રા સંઘ જોવા મળે છે ત્યારબાદ નવરાત્રિ નજીક આવતા સાઈકલયાત્રી નજરે પડે છે. તમામ ભક્તજનો મુંબઈથી માતાના મઢ (કચ્છ) દર વર્ષે જાય છે. નવરાત્રિમાં માતાના દર્શન કરે છે. આવા એક પદયાત્રી સંઘ કચ્છ ધણિયાણી મિત્ર ઘાટકોપરથી 30મી ઓગસ્ટના રોજ સવારે 8 કલાકે માતાજીની આરતી કરી માતાના મઢ (કચ્છ) જવા 11 જેટલા પદયાત્રીઓ 7મી સપ્ટેમ્બરના રોજ એંધલ હાઈવે ઉપર આવી પહોંચ્યા હતા.આ પદયાત્રીઓ માતાના મઢ આઈશ્રી આશાપુરા માતાના ધામ સુધી અંદાજે 1100 કિ.મી. પદયાત્રા કરશે. પદયાત્રા 27મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ કરશે અને 28 રાત્રિ પડાવ કરશે ત્યારબાદ 27મી સપ્ટેમ્બરના રોજ બપોરે માતાજીના મઢ (કચ્છ)પહોંચી માતાજીના આશીર્વાદ મેળવશે.